ભારતીય લોકોમાં આજે હૃદયરોગ, ડાયાબિટીસ અને શ્વસનતંત્ર સંબંધિત સમસ્યા વધી છે. લોકો દવાઓ લઈ બીમારી મટાડવા પ્રયાસ કરે છે. પરંતુ કયારેક દવાઓની આડઅસર થાય છે. જયારે કુદરતી સારવાર કરવાથી રાહત મળે છે. આજે પણ અનેક લોકો દુર્લભ બીમારીમાં ભારતની વર્ષોજૂની પદ્ધતિ આર્યુવેદ ઉપચાર પર વિશ્વાસ રાખે છે. આર્યુવેદ પદ્ધતિ દુર્લભ રોગોના નિવારણમાં વધુ મદદરૂપ બને છે.
શું છે આર્યુવેદ પદ્ધતિ
આયુર્વેદ એ એક પ્રાચીન ભારતીય પદ્ધતિ છે. આમાં કુદરતી ઉપચાર કરાય છે જે સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહિત કરે છે. આ પદ્ધતિથી શરીર, મન અને આત્માના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. રોગોના નિવારણ અને સારવાર માટે આ પદ્ધતિમાં આહાર, યોગ અને મસાજની થેરેપી આપવામાં આવે છે. આયુર્વેદમાં મુખ્યત્વે પંચકર્મ પદ્ધતિનો ઉપયોગ કરાય છે. આર્યુવેદ પદ્ધતિમાં મૂળ ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ પર નિયંત્રણ કરાય છે. જેના દ્વારા શરીરનું સંતુલન કરવામાં આવે છે. કોઈપણ બીમારીમાં શરીરની મૂળ પ્રકૃતિ જાણી તે મુજબ ઉપચાર કરવામાં આવે છે.













