કેન્સર નામ સાંભળતા જ લોકો ડરે છે. કેન્સર એક માત્ર બીમારી નથી. બ્રેઇન કેન્સર, બ્રેસ્ટ કેન્સર, લીવર કેન્સર, બ્લડ કેન્સર અને મોં નું કેન્સર એમ અલગ-અલગ કેન્સર હોય છે. દરેકમાં રોગના લક્ષણ મુજબ સારવાર કરવામાં આવે છે. આજે 10 વ્યક્તિમાંથી 4 વ્યક્તિ કેન્સરની પેશન્ટ છે. આ રોગનું ઝડપી નિદાન (early detection) અને યોગ્ય સારવાર મહત્વપૂર્ણ છે, જે દર્દીની જીવનશૈલી અને આયુષ્યમાં સુધારો કરી કેટલાક સંજોગોમાં આ બીમારી જીવેલણ બને છે. વધતા કેન્સર પેશન્ટને લઈને ડોક્ટરો કહે છે કે જો વહેલાસર આ બીમારીને ઓળખવામાં આવે તો સારવાર સરળ બને છે.
કેન્સરમાં વહેલા નિદાન, ઘટે મોતનું જોખમ
આરોગ્ય નિષ્ણાતો કહે છે પહેલાના સમયમાં આ બીમારીઓ 50 કે 60 વર્ષ પછી લોકોમાં જોવા મળતી હતી. પરંતુ આજકાલ લોકોમાં ખોટી ખાનપાનની આદત અને અનિયમિત જીવનશૈલીના કારણે લોકો ઉંમર કરતા વહેલા સ્વાસ્થ્ય સમસ્યાના શિકાર થાય છે. ફક્ત કેન્સર જ નહીં ડાયાબિટી અને હાર્ટએટેકના જોખમથી પણ બચી શકાય છે. આજે 35 વર્ષની વય પહેલા મહિલા હોય કે પુરુષ કેટલાક ટેસ્ટ અવશ્ય કરાવવા જોઈએ. કોઈપણ ગંભીર બીમારી, ખાસ કરીને કેન્સર, પ્રારંભિક તબક્કે શોધી કાઢવા માટે નિયમિત આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. ચાર સ્ક્રીનીંગ પરીક્ષણો છે જે કેન્સરને તેના પ્રારંભિક તબક્કામાં શોધી શકે છે.













