આરોગ્ય સ્વસ્થ રાખવા રોજિંદી દીનચર્યામાં સ્વસ્થ આદતો અપનાવીએ છીએ. આપણે તંદુરસ્ત રહેવા ખાસ પૌષ્ટિક આહારનું સેવન કરતા હોઈએ છીએ. જો કે પૌષ્ટીક આહારમાં ફયો ખોરાક આવે તેને લઈને લોકોમાં મૂંઝવણ છે. કારણ કે દરેક નિષ્ણાત કહે છે કે સારા સ્વાસ્થ્ય માટે ફળ અને શાકભાજી ખાવાની સલાહ આપે છે. પરંતુ સ્વસ્થ અને ફિટ રહેવા માટે ફળ અને શાકભાજી બંનેમાંથી કયું શ્રેષ્ઠ તેને લઈને આરોગ્ય નિષ્ણાતે સલાહ આપી.


શરીર સ્વસ્થ રાખવા પોષકતત્વો જરૂરી

ફળો અને શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે જે યોગ્ય રીતે કાર્ય કરે છે. બંનેને આહારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. બંને કુદરતી રીતે ઉગે છે અને તેમાં અસંખ્ય પોષક તત્વો હોય છે. આરોગ્ય નિષ્ણાતના મતે સ્વસ્થ રહેવા માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન, ખનીજ અને ફાઈબર જેવા પોષકતત્વો હોવા જરૂરી છે. અને શાકભાજીમાં સુગરનું પ્રમાણ ઓછું અને વિટામિન, ખનિજો અને ફાઇબર રહેલા છે જયારે કેળા જેવા ફળોમાંથી કુદરતી શર્કરા મળી રહે છે. તેના કારણે શરીરમાં કૃત્રિમ સ્વીટનર્સનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. 

ફળ કરતા શાકભાજી વધુ શ્રેષ્ઠ, આરોગ્ય નિષ્ણાત

આરોગ્ય નિષ્ણાતના મતે ફળો અને શાકભાજી બંનેનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ ફળોની સરખામણીએ શાકભાજી અનેક રીતે વધુ ફાયદાકારક છે. કારણ કે શાકભાજીમાં ખાંડનું પ્રમાણ ઓછું અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. શાકભાજી લાંબા ગાળાનું પોષણ પૂરું પાડે છે. જોકે, ફળો શરીરને અસંખ્ય પોષક તત્વો અને તાત્કાલિક ઉર્જા પણ પૂરી પાડે છે. ડાયાબિટીસના દર્દીઓએ ફળોનું સેવન કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. ફળોનો ઉપયોગ નાસ્તામાં અથવા નાસ્તા તરીકે કરી શકાય છે, જ્યારે શાકભાજીનો ઉપયોગ ભોજન સાથે કરી શકાય છે. શાકભાજીનું નિયમિત સેવન કેન્સર, હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશર સહિત અનેક રોગોને રોકવામાં મદદ કરે છે. લોકોએ દરરોજ 3 થી 5 વાટકી શાકભાજી ખાવા જોઈએ.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)

  • Follow us on: