કોરોનાકાળ બાદ લોકોમાં હેલ્થ અને ઈમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) પ્રત્યે જાગૃતિ ખૂબ જ વધી ગઈ છે. શરીરને બીમારીઓથી બચાવવા માટે માત્ર મોંઘી દવાઓ જ નહીં, પણ રસોડામાં રહેલી દેશી વસ્તુઓ પણ અકસીર સાબિત થાય છે. આયુર્વેદમાં આવી જ એક ચમત્કારી વસ્તુનો ઉલ્લેખ છે, જે માત્ર 10 રૂપિયામાં મળી જાય છે અને તે છે 'કાળા મરી' (Black Pepper).


આયુર્વેદ એક્સપર્ટ ડૉ. ચંચલ શર્માના જણાવ્યા અનુસાર, બદલાતા વાતાવરણમાં જો તમને વારંવાર શરદી, ઉધરસ કે પાચનની સમસ્યા થતી હોય, તો તે નબળી ઈમ્યુનિટીની નિશાની છે. કાળા મરીમાં ‘પાઈપરીન’ (Piperine) નામનું શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને કુદરતી રીતે મજબૂત બનાવે છે.

સંતરા કરતાં પણ વધુ વિટામિન-સી!

એક્સપર્ટના જણાવ્યા મુજબ, કાળા મરી દ્વારા શરીરના ત્રણ મુખ્ય દોષ – વાત, પિત્ત અને કફને નેચરલ રીતે બેલેન્સ કરી શકાય છે. રિસર્ચ (NCBI) પણ જણાવે છે કે કાળા મરી વિટામિન-સીનો મોટો સોર્સ છે, જે સંતરા કરતાં પણ વધુ માત્રામાં જોવા મળે છે. તે શરીરમાં એનર્જી જાળવી રાખે છે અને ચેપથી બચાવે છે.

કાળા મરીના અદભુત ઔષધીય ગુણો:

મજબૂત પાચનક્રિયા: કાળા મરી પેટને સાફ રાખે છે અને મેટાબોલિઝમ ઝડપી બનાવે છે.

લિવર ડિટોક્સ: તે લિવરમાંથી હાનિકારક ટોક્સિન્સ (કચરો) બહાર કાઢવામાં મદદ કરે છે.

પેટના કીડાનો નાશ: આયુર્વેદમાં તેને ઉત્તમ 'કૃમિનાશક' માનવામાં આવે છે, જે પેટના કીડા નષ્ટ કરે છે.

અસ્થમા અને ઉધરસમાં રાહત: તેની ગરમ તાસીર અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો છાતીમાં જામેલા કફને બહાર કાઢે છે, જેથી શ્વાસની તકલીફમાં રાહત મળે છે.


ઉનાળામાં સેવન કરતી વખતે રાખો આ સાવધાની:

કાળા મરીની તાસીર ગરમ હોય છે, તેથી ઉનાળાની ઋતુમાં તેનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. રોજિંદા ખોરાકમાં માત્ર 1 કે 2 ચપટી કાળા મરીનો પાવડર જ પૂરતો છે.

જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો શરીરમાં ગરમી વધી શકે છે, પેટમાં બળતરા કે એસિડિટી થઈ શકે છે અને ત્વચા પર ખીલ-ફોડલીઓ થવાની સંભાવના રહે છે. તેથી, આ નેચરલ ઈમ્યુનિટી બૂસ્ટરનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરો અને સ્વસ્થ રહો.

આ પણ વાંચો:Germany: જર્મનીમાં અડધી રાત્રે દેશની દરેક ટ્રેનોના પૈડાં થંભી ગયા! જાણો કેમ?



  • Follow us on: