મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જયાં લગ્ન દરમિયાન દુલ્હન હલ્દી લગાવ્યા દુર્ઘટનાનો શિકાર થઈ. દુલ્હને પારંપરિક રિવાજ મુજબ હલ્દી લગાવતા ગંભીર બળતરા અને ફોલ્લીઓ થઈ તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી. જેના બાદ આ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું. ડોક્ટરે દુલ્હનના મોતનું કારણ ભેળસેળવાળી હલ્દી હોવાનું જણાવ્યું. ભેળસેળવાળી હલ્દધીથી દુલ્હનના મોતા કિસ્સાએ ભારે સનસનાટી મચાવી હતી. આ પ્રકારની દુર્ઘટનાથી બચવા હળદર અસલી છે કે નકલી તે જાણવું જરૂરી છે. તમે આ પદ્ધતિથી ઘરે બેઠા હળદરની શુદ્ધતાની ચકાસણી કરી શકો છો.
હળદરમાં ભેળસેળ ચકાવાની ઘરેલુ રીત
નિષ્ણાતે ઘરે હળદરમાં ભેળસેળ ઓળખવાની એક સરળ રીત જણાવી છે. હળદર અસલી છે કે નકલી તે ચકાસવાની પદ્ધતિ ઘરે સરળતાથી કરી શકાય છે. જો કે હળદરમાં ભેળસેળ જાણવા સંપૂર્ણ પુષ્ટિ માટે પ્રયોગશાળા પરીક્ષણ શ્રેષ્ઠ પદ્ધતિ છે. આમ છતાં, આ ઘરેલું ઉપાય પ્રારંભિક પરીક્ષણ માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે.
પાણીનું પરીક્ષણ: એક ચમચી હળદર કાચના બરણીમાં નાખો અને તેને અંદર છોડી દો. શુદ્ધ હળદર ધીમે ધીમે તળિયે જમા થશે, જ્યારે ભેળસેળયુક્ત હળદર ધરાવતું પાણી ઘાટા પીળા રંગનું થઈ જશે.
હાઇડ્રોક્લોરિક એસિડ (HCl) પરીક્ષણ: એક ટેસ્ટ ટ્યુબમાં થોડી માત્રામાં હળદર મૂકો અને તેમાં પાણી અને થોડા ટીપાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. જો હળદર જાંબલી કે લાલ થઈ જાય, તો તેમાં મેટાનીલ પીળા રંગની ભેળસેળ છે.
હળદરમાં શેની ભેળસેળ કરાય છે
હળદર પાવડરમાં ઘણીવાર હાનિકારક કૃત્રિમ રંગો (જેમ કે લીડ ક્રોમેટ અને મેટાનીલ પીળો) ભેળસેળ કરવામાં આવે છે, જે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. અસલી અને ભેળસેળવાળી હળદર ઓળખવા માટે તમે કેટલાક સરળ ઘરેલું પરીક્ષણો કરી શકો છો. લગ્નમાં હલ્દી પ્રસંગ ઉપરાંત આપણે જયારે કોઇ ઇજા થઈ હોય ત્યારે ત્યાં હળદર લગાવીએ છીએ. આ સિવાયર ઉધરસમાં સૌથી વધુ હળદરનો ઉપયોગ કરાય છે. આવી સ્થિતિમાં ભેળસેળવાળી હળદર વધુ સમસ્યા પેદા કરી શકે છે.
આ પણ વાંચો : Kids Tiffin Menu: તમારા બાળકનું ટિફિન બોક્સ રોજ ખાલી થશે! જાણો 5 હેલ્ધી અને ટેસ્ટી લંચ આઈડિયા
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )