શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી આવતા જ લોકોને બાજરીનો રોટલો, રીંગણનો ઓળો જેવી વાનગી યાદ આવે છે. દરેક લોકોને બાજરીનો રોટલો ખાવાનું પસંદ નથી હોતું. ઠંડીમાં સ્વાદિષ્ટ વાનગીનો આનંદ માણવા તમે લીલીભાજીમાંથી બનતા આ શાકભાજી જરૂર ખાવો. સરસોનું શાક શિયાળાની બેસ્ટ ટેસ્ટી વાનગી છે. આ શાકમાં લીલા પાંદડવાળા શાકભાજી સાથે લસણ અને આદુનો ઉપયોગ થાય છે. ઠંડીમાં આ વસ્તુઓનું સેવન શરીરને ઉર્જાવાન રાખે છે. આદુ અને લસણ કબજીયાતની સમસ્યામાં ફાયદાકારક છે. ઠંડી ભગાડવા અને શરીરને સુસ્તી દૂર કરવા તમે સરસોના શાક સાથે મકાઈનો રોટલો ખાશો તો ભોજનનો આનંદ બમણો થશે. નોંધી લો સરસોનું શાક બનાવવાની સરળ રેસીપી.
સરસોના શાક માટે સામગ્રી :
- 1 જુડી સરસો ની ભાજી
- 1 જુડી પાલક ની ભાજી
- 1 મુઠી મેથી ની ભાજી,1 મુઠી બાથુઆની ભાજી
- 2 ચમચી દેશી ગાયનું ઘી
- 1 ઝીણી ડુંગળી સમારેલી
- 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ
- 1 ચમચી ઝીણું સમારેલું લસણ
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ટી સ્પૂન હિંગ













