શિયાળાની સીઝનમાં અનેક એવી વસ્તુઓ છે જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તમારે આ વસ્તુઓને ડેઈલી ડાયટમાં સામેલ કરી લેવી જોઈએ જેથી બીમાર થવાની શક્યતાઓ ઘટાડી શકાય. તલનું સેવન શિયાળામાં ફાયદારૂપ માનવામાં આવે છે. તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.
ગજક બનાવો ઘરે જ
વળી અત્યારે ઉત્તરાયણ આવી છે એટલે લોકો ધાબે તલ સાંકળી, ઉંધિયુ, બોર, સુખડી વગેરે વગેરે ખાશે. ત્યારે જો તમે તલમાંથી એક જબરદસ્ત વસ્તુ બનાવતા આજે તમને શીખવીશું. જે તલસાંકળી અને સુખડી કરતા કંઇક અલગ લાગશે. અને તે છે ગજક.













