ચોમાસાની શરૂઆત થતાં જ ગરમીથી રાહત તો મળે છે, પરંતુ તેની સાથે વાતાવરણમાં ભેજ અને બફારો પણ ખૂબ વધી જાય છે. આ બદલાતા હવામાનના કારણે ઘણા લોકોને ચહેરા પર ખીલ-એકને અને વાળમાં ડેન્ડ્રફ (ખોડો) ની સમસ્યા સતાવવા લાગે છે. જો કે, અત્યારથી જ કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વરસાદની ઋતુમાં સ્કીન અને હેર પ્રોબ્લેમ્સથી સરળતાથી બચી શકાય છે.
ક્લીનિંગ છે સૌથી મહત્વનું
ત્વચા અને વાળને હેલ્ધી રાખવાનું પ્રથમ પગથિયું ક્લીનિંગ છે. વરસાદમાં ભેજને લીધે ત્વચા અને સ્કાલ્પ (ખોપરી) પર ગંદકી જલ્દી જમા થાય છે. આથી, દિવસમાં બે વાર માઇલ્ડ ફેસ વોશથી ચહેરો સાફ કરો અને રાત્રે 'ડબલ ક્લીનિંગ' પદ્ધતિ અપનાવો. વાળને પણ અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩ વાર ચોક્કસ ધોવો. દિવસ દરમિયાન પરસેવો અને ઓઇલ સાફ કરવા માટે બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરો.
ટોનર અને જેલ બેઝ્ડ મોઇશ્ચરાઇઝર
આ સિઝનમાં સ્કીન કેરમાંથી ટોનરને સ્કીપ ન કરો. તે ત્વચાના pH લેવલને બેલેન્સ રાખે છે અને પોર્સને ટાઇટ કરીને વધારાનું ઓઇલ પ્રોડક્શન અટકાવે છે. ચોમાસામાં ક્રીમ બેઝ્ડ પ્રોડક્ટ્સના બદલે વોટર બેઝ્ડ અથવા જેલ બેઝ્ડ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો હિતાવહ છે. જો ત્વચા વધુ ઓઇલી થતી હોય, તો સેલિસિલિક એસિડ અથવા ટી-ટ્રી ઓઇલ યુક્ત પ્રોડક્ટ્સ બેસ્ટ રિઝલ્ટ આપે છે.
બોડીને કરો ડિટોક્સ
પૂરતું પાણી પીવાની સાથે શરીરને ડિટોક્સિફાય કરવું પણ એટલું જ જરૂરી છે. આ માટે ડિટોક્સ વોટર, નાળિયેર પાણી કે કાંજી જેવા હેલ્ધી ડ્રિંક્સ લો. આનાથી ગટ હેલ્થ (પાચનતંત્ર) સુધરે છે, જેની સીધી સકારાત્મક અસર ત્વચા અને વાળ પર દેખાય છે.
ડેન્ડ્રફ માટે હોમમેઇડ હેર પેક
ડેન્ડ્રફથી બચવા માટે દર 10 થી 15 દિવસે દહીં અને લીંબુનો હેર પેક લગાવો. સારી રીતે ફીણેલા દહીંમાં થોડો લીંબુનો રસ ઉમેરી તેને સ્કાલ્પથી લઈને વાળ સુધી લગાવો. 30 મિનિટ બાદ વાળ ધોઈ લો. આ ઉપાયથી ડેન્ડ્રફ દૂર થશે અને વાળ મુલાયમ બનશે.
આ પણ વાંચો:Nuclear Bomb: પરમાણુ બોમ્બ બનાવવા માટે કોઈ દેશની મંજૂરી લેવી પડે છે? જાણો આ લિસ્ટમાં ભારત સામેલ છે કે નહીં?