મેગીનો સ્વાદ બાળકોથી લઈને મોટાઓને ખૂબ પસંદ છે. નૂડલ્સ, મન્ચ્યુરીન વાનગી બાળકોને વધુ પસંદ છે. કોઈપણ હોટલમાં તેમને લઈ જાવ તેઓ એક ચાઈનીઝ વાનગી જરૂર મંગાવશે. રાત્રિના ડિનરમાં અથવા બાળકો માટે મીની પાર્ટીનું આયોજન કર્યું હોય તો આ વાનગી બેસ્ટ છે. બાળકોને ચાઈનીઝ વાનગીમાં નવો ટ્વીસ્ટ આપો. બનાવો ક્રિસ્પી મોમોઝની વાનગી.


ક્રિસ્પી મોમો બનાવવા માટે સામગ્રી : આ વાનગી બનાવવા બ્રેડના ટુકડા, લાલ મરચાની ચટણી, મીઠું, અને તળવા માટે તેલ લો.

  • 2 કપ મેંદો
  • 1 કપ બારીક સમારેલી કોબીજ
  • 1/2 કપ છીણેલું ગાજર
  • 1/2 કપ બારીક સમારેલું કેપ્સિકમ
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 1/2 ચમચી સોયા સોસ
  • 1/2 ચમચી સરકો
  • 1 કપ કોર્નફ્લોર

ક્રિસ્પી મોમોઝ બનાવવાની રીત:

  • આ વાગની બનાવવા સૌ પ્રથમ મેંદાના લોટમાં મીઠું અને થોડું તેલ ઉમેરી નરમ લોટ બાંધીલો. પછી એક હવે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરો. અને તેલ ગરમ થાય એટલે તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરી 1 મિનિટ માટે સાંતળી લો.
  • ત્યારબાદ ઝીણા સમારેલા તમામ શાક તેમાં ઉમેરી 2 -3 મિનિટ માટે શેકી લો. પછી તેમાં સોયા સોસ, વિનેગર અને રેડ ચીલી સોસ ઉમેરી સારી રીતે મિક્સ કરો.
  • મોમોઝ બનાવવા તૈયાર થઈ ગયું બેસ્ટ સ્ટફિંગ. હવે મેંદાના લોટના નાના લુઆ લઈ નાની પૂરી જેવા આકાર બનાવો. પછી તેમાં આ સ્ટફિંગ ભરી મોમોઝનો આકાર આપો.
  • આ મોમોઝને કોર્નફ્લોર-લોટના મિશ્રણમાં ડુબાડો અને પછી તેને બ્રેડક્રમ્સથી કોટ કરી લો. ત્યાર બાદ તમામ મોમોઝને મોટી કઢાઈમાં તેલ મૂકી તળી લો.
  • મોમોઝ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય પછી ઝારા વડે બીજા વાસણમાં કાઢો. આ મોમોઝને તમે ટમેટો કેચ અપ અથવા પિઝા સોસ સાથે ખાશો તો વધુ ટેસ્ટી લાગશે.

  • Follow us on: