શું તમે ક્યારેય દહીંવાળા બટાકા બનાવ્યા છે? જો નહિં, તો આજે જ ટ્રાય કરો. તમને આ વાનગીનો સ્વાદ ખૂબ જ પસંદ આવશે. દહીંવાળા બટાકા બનાવવા માટે તમને જરૂર પડશે: 4 મિડિયમ સાઈઝના બટાકા, એક કપ દહીં અથવા છાશ, 2 બારીક સમારેલું લીલું મરચું, એક નાની ચમચી છીણેલું આદુ, અડધી ચમચી હળદર પાઉડર, અડધી ચમચી લાલ મરચું પાઉડર, એક ચમચી ધાણા પાઉડર, મીઠું, બારીક સમારેલા લીલા ધાણા અને એક નાની ચમચી ઓઇલ.
-સૌપ્રથમ એક પેનમાં એક નાની ચમચી તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં લીલું મરચું અને આદુ નાખી થોડુંક સાંતળી લો
-હવે તેમાં સમારેલા બટાકા ઉમેરો અને થોડીવાર માટે હળવા સાંતળો. પછી આ મિશ્રણમાં દહીં ઉમેરો.
-પછી તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર અને મીઠું ઉમેરો અને બધું સારી રીતે મિક્સ કરો.
-પેનને લગભગ 5 મિનિટ માટે ઢાંકી દો અને ધીમી આંચ પર આ શાકને થવા દો.
-અંતમાં સ્વાદ વધારવા માટે ઉપરથી લીલું ધાણા ઉમેરો.
તમે આ ગરમાગરમ દહીંવાળા બટાકાને રોટલી અથવા પરાઠાં સાથે પીરસી શકો છો. જો તમે આ રેસિપી પ્રમાણે બનાવશો તો બાળકોથી લઇને મોટા લોકો સુધી સૌને આ વાનગીનો સ્વાદ ગમી જશે. આગળથી જ્યારે પણ બટાકાની કોઇ વાનગી ખાવાની ઇચ્છા થાય ત્યારે આ દહીંવાળા બટાકાની વાનગી જરૂર ટ્રાય કરજો. અને ખાસ વાત એ છે કે, આ વાનગી ઓછા તેલમાં બને છે એટલે કે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.