રસોડામાં કામ કરતી વખતે નાની નાની ટિપ્સ ઘણીવાર મોટી મુશ્કેલીઓનો ઉકેલ લાવી દે છે. દૂધ ઉકળતી વખતે તેના પર લાકડાનો ચમચો રાખવો કે ચોખામાં લવિંગ નાખવા જેવી વાતો આપણે જાણીએ છીએ. પરંતુ, શું તમે ક્યારેય ફ્રીઝરમાં સ્ટીલની ચમચી મૂકી છે? કદાચ આ સાંભળવામાં વિચિત્ર લાગે, પણ આ એક સાદી ચમચી તમારા ખોરાકને બગડતો બચાવવા માટે રક્ષક બની શકે છે.


શું છે આ 'ફ્રીઝર સ્પૂન ટ્રીક'?

આ યુક્તિમાં સ્ટેનલેસ સ્ટીલની ચમચીને ફ્રીઝરમાં ઠંડી કરવા માટે રાખવામાં આવે છે. જ્યારે પણ તમારે કોઈ ગરમ ખોરાકને તાત્કાલિક ઠંડો કરીને ફ્રીજમાં મૂકવો હોય, ત્યારે આ ઠંડી ચમચી તેમાં ડુબાડવાથી ખોરાકની ગરમી ઝડપથી શોષાઈ જાય છે. આ એક નાની પણ સ્માર્ટ યુક્તિ તમારી રસોઈને લાંબો સમય તાજી રાખવામાં ચોક્કસ મદદરૂપ થશે.

જાણો ફ્રીઝર સ્પૂનનું વિજ્ઞાન

સ્ટીલ એક એવી ધાતુ છે જે ગરમીનું ઝડપથી વહન (Conduct) કરે છે. જ્યારે ફ્રીઝરમાં ઠંડી થયેલી ચમચી ગરમ ખોરાકના સંપર્કમાં આવે છે, ત્યારે તે તરત જ ખોરાકની ગરમી ખેંચી લે છે. ખોરાક જ્યારે 4 C થી 6 Cના તાપમાન વચ્ચે હોય છે, ત્યારે તેમાં બેક્ટેરિયા સૌથી ઝડપથી વધે છે. આ ઠંડી ચમચી ખોરાકના તાપમાનને ઝડપથી ઘટાડીને તેને સુરક્ષિત ક્ષેત્રમાં લાવી દે છે, જેથી ખોરાક બગડતો નથી.

રોજિંદા જીવનમાં આ રીતે કરો ઉપયોગ

જો તમે ગરમ દાળ, સૂપ કે અન્ય કોઈ વાનગી બનાવી હોય અને તેને તરત જ ફ્રીજમાં મૂકવી હોય, તો તેને સામાન્ય રીતે ઠંડી થવા દેવાને બદલે ફ્રીઝરમાં રાખેલી ઠંડી ચમચીનો ઉપયોગ કરો. આનાથી ખોરાક જલ્દી ઠંડો થશે અને તેમાં બેક્ટેરિયા ફેલાવવાનું જોખમ ઓછું થઈ જશે. જયારે કામ પર જવાની ઉતાવળ અથવા બહાર જવાનું હોય ત્યારે ગરમ ખાવાનું જલદી ઠંડી કરવા આ ટ્રિક્સ ટ્રાય કરી શકો છો.


આ પણ વાંચો : Mogara Perfume: પરસેવાની ગંધ દૂર કરવાનો દેશી ઈલાજ, મોગરાના ફૂલોમાંથી બનાવો સુગંધિત અને સસ્તું પરફ્યુમ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: