• પાલક પાચનતંત્રને સરળ કરે છે
  • હિમોગ્લોબીન વધારવામાં લાભદાયી છે
  • પાલક અને દાળનું સેવન શિયાળામાં લાભદાયી

શિયાળામાં વિવિધ પ્રકારની ખીચડી થાળીને અલગ ટેસ્ટ આપે છે. ખીચડી હેલ્ધી હોવાની સાથે ઘરના તમામ લોકોને પ્રિય હોય છે. જો તમે એકની એક ખીચડીથી કંટાળ્યા છો તો તમે શિયાળામાં તાજી પાલકની મદદથી ખીચડી બનાવી શકો છો. પાલક અને મગની દાળની ખીચડી ન ફક્ત સ્વાદિષ્ટ લાગે છે પણ તે હેલ્ધી પણ રહે છે. પાલક દાળ ખીચડીને તમે ઈચ્છો તો લંચ અને ડિનરમાં બનાવીને ટ્રાય કરી શકો છો. શિયાળામાં આ ટેસ્ટ તમને અલગ જ મજા આપશે. તમે ભાગ્યે જ જાણતા હશો કે પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. તો જાણો કઈ રીતે તમે તેને સરળતાથી ઘરે બનાવી શકો છો.

પાલક દાળ ખીચડી બનાવવાની સામગ્રી

  • 1/2 કપ ચોખા
  • 3/4 કપ મગની દાળ
  • 1 કપ પાલક
  • 1 ટામેટું
  • 1/2 ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ
  • 1/2 કપ સુધારેલી ડુંગળી
  • 1 લીલું મરચું
  • 1 સૂકું લાલ મરચું
  • 1 ટી સ્પૂન જીરું
  • 1 તમાલપત્ર
  • 1 ટીસ્પૂન જીરું
  • 1 ઈંચ તજ
  • 1/4 ટી સ્પૂન હળદર
  • 1 ટેબલ સ્પૂન દેશી ઘી
  • મીઠું સ્વાદ અનુસાર

જાણો બનાવવાની રીત

લંચ કે ડિનરને માટે પાલક દાળ ખીચડી બનાવવાનું કામ સૌથી સરળ છે. સૌ પહેલા ચોખા અને દાળને સારી રીતે ધોઈ લો. આ પછી ટામેટા, ડુંગળી, પાલક, મરચાને બારીક સુધારો. હવે પ્રેશર કૂકર લો અને તેમાં ચોખા અને મગની દાળ મિક્સ કરીને 3-4 કપ પાણી ઉમેરો. આ પછી તેમાં હળદર અને મીઠું મિક્સ કરો. હવે 4-5 સીટી લો અને ચઢાવો. આ પછી ગેસ બંધ કરીને કૂકરનું પ્રેશર નીકળે ત્યાં સુધી રીલિઝ કરો. હવે એક કડાહી લો અને તેમાં દેશી ઘી મિક્સ કરો. તેને મીડિયમ ગેસ પર ગરમ કરો. જ્યારે ઘી પીગળી જાય તો તેમાં જીરું, તમાલપત્ર, સૂકા લાલ મરચા, તજ ઉમેરો અને થોડી સેકંડ સુધી શેકો. આ પછી ડુંગળી મિક્સ કરો અને તેને ફ્રાય કરો. હવે આદુ-લસણની પેસ્ટ મિક્સ કરો અને ટામેટા પણ ઉમેરો. બધી વસ્તુને સારી રીતે હલાવો. આ મિશ્રણને ત્યાં સુધી ચઢવો જ્યાં સુધી ટામેટા નરમ ન થાય. આ સમયે પાલકને મિક્સરમાં ઉમેરો અને ક્રશ કરી લો. હવે તેની પ્યુરીને બહાર કાઢી લો. તૈયાર પ્યુરીને ડુંગળી ટામેટાના મસાલામાં મિક્સ કરો અને ચઢાવો. પાલકનો રંગ બદલાય તેની રાહ જુઓ. હવે પ્રેશર કૂકર ખોલો. તેમાંના દાળ- ચોખાને કાઢીને કઢાઈમાં ઉમેરો. તેની સાથે 1 કપ પાણી અને થોડું મીઠું મિક્સ કરો. હવે 3-4 મિનિટ સુધી તેને રહેવા દો. ખીચડી અને પાલક જ્યારે સારી રીતે મિક્સ થઈ જાય તો ગેસ બંધ કરો. તમારા લંચ કે ડિનર માટે ખીચડી તૈયાર છે. 

  • Follow us on: