• આદુ અને લસણ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે
  • લંચ અને ડિનરનો સ્વાદ વધારે છે આદુ લસણની ચટણી
  • આદુ અને લસણની તાસીર ગરમ હોવાથી ફાયદારૂપ

આદુ અને લસણની ચટણી ઘરે બનાવવાથી શરીરને અનેક લાભ થાય છે. શિયાળાની સીઝનમાં આદુ લસણની સાથે ચટણીને પીરસી શકાય છે. આદુ અને લસણથી બનેલી ચટણીને ફક્ત ભોજનનો સ્વાદ વધારે છે એવું નથી પણ તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે તેના ખાસ તત્વો શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. આ સાથે ભોજન સાથે તેને પીરસવાથી તેની અલગ મજા આવે છે.

આખું વર્ષ બનાવીને પણ રાખી શકો છો ચટણી

સીઝનના આધારે જોઈએ તો આદુ અને લસણની ચટણી ખાસ રીતે શિયાળામાં બનાવીને રાખી શકાય છે. તમે તેને આ સીઝનમાં સ્ટોર પણ કરી શકો છો અને સાથે તેનો અલગ સ્વાદ પણ મળે છે. તો જાણો કેવી રીતે ઘરે સરળ રીતે બનાવી શકાશે.

સામગ્રી

  • 1 ઈંચ આદુનો ટુકડો
  • 20-25 લસણની કળી
  • 1 ટેબલ સ્પૂન આમલી
  • 1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • 1 ટેબલ સ્પૂન સરસિયાનું તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

જાણો બનાવવાની રીત

આદુ અને લસણની ચટણી હેલ્થ માટે લાભદાયી રહે છે. તેને બનાવવા માટે સૌ પહેલા લસણને છોલી લો. આ પછી આદુના મોટા ટુકડા લો. એક કડાહી લો અને તેમાં 1 ટેબલસ્પૂન સરસિયાનું તેલ લો અને તેને મીડિયમ ગેસ પર કરો. જ્યારે તેલ ગરમ થાય તો તેમાં આદુ અને લસણ મિક્સ કરો અને થોડી સેકંડ સુધી શેકો. તેમાં આમલી મિક્સ કરો અને 1 મિનિટ સુધી ફ્રાય કરો. આ પછી ગેસ બંધ કરી લો. આ સાથે મિશ્રણને એક પ્લેટમાં કાઢો અને ઠંડું કરો. જ્યારે મિશ્રણ ઠંડું થાય તો મિક્સરમાં મિક્સ કરો અને 1 ટી સ્પૂન લાલ મરચું અને થોડું મીઠું મિક્સ કરીને ગ્રાઈન્ડ કરો. તેને ગ્રાઈન્ડ કરતી સમયે પાણી મિક્સ ન કરો. જરૂર લાગે તો થોડું તેલ ઉમેરો. તમામ સામગ્રીને કકરું પીસી લો અને પછી બાઉલમાં કાઢી લો.

તમારી ચટણી બનીને તૈયાર થઈ જશે. આ સૂકી ચટણી 10 દિવસ સુધી ખરાબ થશે નહીં. લંચ અને ડિનરની સાથે આદુ અને લસણની ચટણીને સર્વ કરી શકાય છે. આ ચટણી રોટલી, પરાઠા, પૂરીની સાથે ખાઈ શકાય છે. 

  • Follow us on: