ગાજરનો હલવો જો તમારે જલ્દી ખાવો છે અને તેને છીણી લેવાની મહેનતથી બચવુ છે. તો ગાજરને છીણી લીધા વગર પણ હલવો બનાવી શકાય છે. ઘરે એકદમ સરળ રીતથી ગાજરને છીણ્યા વગર જ બજારમાં મળતા હલવા જેવો બનાવી શકાય છે. જાણો તેની સરળ રીત


ગાજરનો હલવોએ શિયાળાની એક લોકપ્રિય મીઠાઈ છે. જે ઉત્તર ભારત, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ખૂબ જ પ્રખ્યાત છે. શિયાળાની ઋુતુમાં તેને ખૂબ જ સ્વાદથી ખાવામાં આવે છે. નવેમ્બરથી લઈ ફ્રેબ્રુઆરી મહિના સુધી તે બજારમાં તે શાકભાજીમાં ગાજર પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે ખાસ પ્રસંગો અને તહેવારોમાં સૌથી લોકપ્રિય મીઠી વાનગી છે અને તેને વધારે પ્રમાણમાં બનાવવામાં આવે છે.

ગાજરનો હલવો બજારમાં સરળતાથી મળી જાય છે. ત્યા લોકો તેને ઘરે પણ બનાવતા હોય છે. જો કે ગાજરનો હલવો ઘરે બનાવવા માટે. તેને પહેલા છીણવો પડે છે તેમાં ઘણી મહેનત પણ લાગે છે. પરંતુ તમે તેને છીણ્યા વગર પણ બનાવી શકો છો, જેમાં સમય પણ વધુ જાય છે. તમે ગાજરને છીણી લીધા વગર જ ઘરે બનાવવાની સરળ રીત જાણીએ

ગાજરનો હલવો બનાવવાની સામગ્રી

સૌ પ્રથમ તો એક કિલો ગાજર લેવા, એક લીટર દૂધ, 200 ગ્રામ માવો, એક કપ ખાંડ, 4 ચમચી ઘી, એક ચમચી એલાયચી પાવડર, એક ચમચી દ્વાક્ષ, અડધો કપ કાજૂ, બદામ, પીસ્તા

ગાજરનો હલવો બનાવવાની રીત

1: સૌ પ્રથમ ગાજરને ધોઈને છોલીને ટુકડા કરી લો હવે એક કુકરમાં ગાજર ઉમેરો અને અડધો કપ પાણી ઉમેરી 2-3 સીટી વગાડી તેને રંધાવા દો. જો તમે ગાજરને તપેલી કે બાઉલમાં ઉકાળો છો તો તેનો ટાઈમ વધારી દો એટલે કે 10-15 મિનિટ ધીમી આંચે ઢાંકીને તેને રાંધો.

2: ગાજર જ્યારે નરમ થઈ જાય ત્યારે તેને વેલણ કે ચમચાની મદદથી તેને મેશ કરી લો, ધ્યાન રાખવું કે ગાજરને બરછટ રાખો.

3: હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં મેશ કરેલા ગાજર ઉમેરો તેને ધીમા તાપે શેકો જ્યાં સુધી ઘી અલગ ન પડે ત્યાં સુધી તેને શેકો અને તેમાંથી હલ્કી સુગંધ આવવા લાગશે.

4: તેમાં ઉપરથી દૂધ ઉમેરો અને તેને ધીમી આંચે પકાવો, વચ્ચે વચ્ચે હલાવતા રહો, લગભગ અડધો કલાક સુધી દૂધ સંપૂર્ણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને પકાવો.

5: હવે તેમાં ખાંડ ઉમેરો અને તેને બરાબર મિક્ષ કરો, ખાંજ ઉમેર્યા પછી હલવો થોડો પાતળો થશે. પરંતુ ધીમી આંચ પર તેને રાંધી તેને ઘટ્ટ કરો, તેમાં માવ઼ોને મેશ કરી તેમાં ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો.

6: હલવાને સજાવવા માટે ઉપરથી સમારેલા માવો અને ઈલાયચી પાવડરને મિક્ષ કરો અને 5-7 મિનિટ સુધી રાંધો. જ્યારે હલવામાંથી સુગંધ આવવા લાગશે અને ઘટ્ટ થઈ જાય એટલે તમારો હલવો તૈયાર છે. ગાજરના હલવાના સ્વાદની મજા માણો.

  • Follow us on: