• ગુજરાતી બાસુંદી આપશે ખાસ ટેસ્ટ
  • ઘરમાં રહેલી વસ્તુઓથી તૈયાર થશે ડિશ
  • દૂધ અને ડ્રાયફ્રૂટ્સના કારણે જળવાશે સ્ટેમિના

ઉત્તર ભારતમાં આજથી પવિત્ર એવા શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે રોજ રોજ ઉપવાસમાં શું બનાવવું તેની ચિંતા સતત રહે છે. તો આજે ટ્રાય કરો દૂધ, ખાંડ અને સાથે થોડા ડ્રાયફ્રૂટ્સ અને કેસરની મદદથી તૈયાર થતી બાસુંદી. તેને બનાવવામાં થોડો સમય લાગે છે પરંતુ તેને ખાવાની ઘણી મજા આવે છે અને તેનો સ્વાદ પણ ખાસ રહે છે. આ વાનગી ઉપવાસ વિના પણ પીરસી શકાય છે અને પરિવાર તેને ફટાફટ આરોગી જાય છે.

બાસુંદી

સામગ્રી

  • 1 લિટર ફેટવાળું દૂધ
  • 3/4 કપ ખાંડ
  • અડધી ટી સ્પૂન એલચી પાવડર
  • 6-7 નંગ બદામની કતરણ
  • 10 નંગ ચારોળી
  • 5-6 નંગ પિસ્તાની કતરણ
  • થોડા તાંતણા કેસર


જાણો બનાવવાની રીત

સૌ પહેલા દૂધ લો અને તેને એક નોન સ્ટિક પેનમાં ઉકાળો. હવે ગેસ ધીમો કરો અને દૂધ અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળો. અડધા કલાક સુધી ધીમા ગેસે ઉકાળો અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો. હવે ગેસ ધીમો રાખો અને તેમાં ખાંડ ઉમેરી લો. જ્યાં સુધી દૂધ રબડી જેવું ઘટ્ટ ન થાય ત્યાં સુધી તેને ઉકાળો. આ સમયે તમે એવું જોશો કે દૂધ પેનમાં ઉકળશે અને ઘણું ઘટ્ટ થઈ ગયું હશે. આ સમયે એલચી પાવડર પણ મિક્સ કરો અને 10 મિનિટ ફરી ઉકાળો. હવે બદામ અને પિસ્તાની કતરણ અને ચારોળીને ઉમેરો અને કેસરથી સજાવીને તે રૂમ ટેમ્પ્રેચર પર આવે ત્યારે વાટકીમાં કાઢીને પીરસો.

બાસુંદી ગુજરાતી ટ્રેડિશનલ વાનગી ગણાય છે. અહીં ખાસ પ્રસંગોએ તેને સ્વીટ ડિશમાં સામેલ કરવામાં આવે છે. પણ જો તમે ઉપવાસમાં લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવા ઈચ્છો છો તો તમે આ બાસુંદી ટ્રાય કરી શકો છો. તમારા પરિવારમાં જેમને ઉપવાસ નથી કર્યો તેમને પણ પીરસો. તેનો ટેસ્ટ તેમને પણ આનંદ આપશે. 

  • Follow us on: