- કોફી પાવડરની મદદથી ટેનિંગ થશે દૂર
- કાકડી અને ગુલાબજળ પણ કરશે તમારી મદદ
- ઓટ્સ અને દહીં આપશે ગ્લોઈંગ સ્કીન
ગરમીના કારણે શરીરને અનેકગણું નુકસાન થાય છે. તીવ્ર સૂર્યપ્રકાશ, ઊંચું તાપમાન અને ગરમ પવનોને કારણે સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. ગરમીથી બચવા માટે આપણે દરેક પ્રકારના ઉપાયો કરીએ છીએ, પરંતુ તેમ છતાં ઘણી વખત કામ માટે તડકામાં બહાર જવું પડે છે. ગરમીને કારણે ચહેરો ટેન થવા લાગે છે. જો તમે ચહેરાની ખોવાયેલી ચમક પાછી મેળવવા માંગતા હોવ તો તમે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. તો જાણો શું કરવાથી સ્કીન ટેનિંગથી છૂટકારો મળશે.
ટેનિંગ દૂર કરવાની રીતો
1. કોફી
કોફીનો ઉપયોગ આપણે તાજગી માટે કરીએ છીએ, પરંતુ તે સન ટેનિંગને દૂર કરવામાં પણ મદદરૂપ છે. એક વાસણમાં કોફી પાવડર અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવો. તે સૂકાય તેની રાહ જુઓ અને પછી ફેસવોશ કરી લો.
2. કાકડી અને ગુલાબજળ
એક બાઉલમાં કાકડીનો રસ કાઢીને તેમાં ગુલાબજળ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને થોડી વાર સુકાવા દો. પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરાને નવી ચમક પણ મળશે.
3. નારિયેળનું દૂધ
નારિયેળનો ઉપયોગ આપણે ઘણી રીતે કરીએ છીએ, પરંતુ જો તમે તેનું ફળનું દૂધ કાઢીને રૂની મદદથી ચહેરા પર લગાવશો તો ચહેરો હાઇડ્રેટ થશે અને સન ટેનિંગથી પણ છુટકારો મળશે.
4. ઓટ્સ
સામાન્ય રીતે આપણે વજન ઘટાડવા માટે ઓટ્સનું સેવન કરીએ છીએ, પરંતુ જો તમે તેમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો છો તો તે ત્વચા માટે ફાયદાકારક સાબિત થશે અને ચહેરાની ચમક પાછી આવશે.
5. લીંબુ અને મધ
લીંબુ અને મધ ત્વચા માટે શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. જો તમે લીંબુનો રસ અને મધ મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવો છો, તો તે સન ટેનિંગને દૂર કરવામાં મદદ કરશે.