• દ્વાદશ જ્યોર્તિલિંગના દર્શનથી થશો ધન્ય
  • 21 ફૂટ ઊંચું વિશાળ શિવલિંગ ભક્તોની આસ્થાનું કેન્દ્ર
  • દર્શનથી જ આધિ,વ્યાધિ,ઉપાધિનો થાય છે નાશ

કહેવાય છે કે, ચકુડિયા મહાદેવના દર્શન માત્રથી રીઝે છે શિવજી. જો કે આ પાવન ધામની વિશેષતા એ છે કે, અહીં સ્થાપિત વિશાળ શિવલિંગ અને દ્રાદશ જ્યોતિર્લિંગના દર્શન કરીને અનેક શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.

 દ્વાદશ જ્યોતિર્લિંગની પાંચ વાર પરિક્રમાથી મળશે પુણ્ય

આ સાથે ચકુડિયા મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં આ વિશાળ શિવલિંગ આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. આ શિવલિંગ 21 ફૂટ ઊંચુ છે અને મંદિરમાં સ્થાપિત સ્વયંભૂ શિવલિંગની જેમ જ આ શિવલિંગના દર્શનનો પણ અનેરો મહિમા છે. અહીં વિશાળ શિવલિંગની આસપાસ દ્વાદશ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરાઈ છે. જો કે આ પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ આ જ્યોતિર્લિંગ પર અભિષેક પણ કરે છે. અને કહેવાય છે કે જેઓ આ દ્વાદશ જ્યોતિર્લિંગની પાંચ વાર પરિક્રમા કરે છે તેમને બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યાના પુણ્યની પ્રાપ્તિ થાય છે.

તમામ મુશ્કેલીઓનો થશે નાશ

શ્રદ્ધાળુઓ ચકુડિયા મહાદેવને લાડમાં ચકુડિયા દાદા કહે છે. દાદાના આ પાવન ધામમાં પગ મુકતા જ પરમ શાંતિની અનુભૂતિ થાય છે. આ સાથે ચકુડિયા મહાદેવમાં શ્રદ્ધાળુઓને રામ દરબારના પણ દર્શન થાય છે. કોઈપણ વ્યક્તિ મનમાં ભાવ અને શ્રદ્ધા સાથે એકવાર ચકુડિયા દાદાનું નામ લે છે તેમનાં જીવનમાં આધિ..વ્યાધિ..ઉપાધિનો નાશ થાય છે. માન્યતા છે કે દેવાધિદેવ ભક્તોના તમામ કષ્ટ હરી લે છે અને મનોવાંચ્છિત ફળ અપાવે છે.

  • Follow us on: