• હોટ એયર બલૂનની રાઈડ માટે એક વ્યક્તિએ 500 રૂપિયા આપવા પડશે
  • 45 મિનિટ સુધી હોટ એયર બલૂનની રાઈડ લઈ શકશો
  • હોટ એયર બલૂનને 10 વિદેશી અને 2 દેશી પાયલટ ઉડાડશે

વારાણસીમાં પર્યટનને વેગ આપવા માટે આવતીકાલે 17 જાન્યુઆરીથી 4 દિવસના એયર બલૂન ફેસ્ટિવલનું આયોજન કરાઈ રહ્યું છે. બલૂન ફેસ્ટિવલ સિવાય બોટ ફેસ્ટિવલનું પણ આયોજન કરાઈ રહ્યું છે. જો તમે એડવેન્ચરના શોખીન છો અને પહેલા ક્યારેય વારાણસી નથી ગયા તો તે સારો અવસર છે. તમે અહીં હોટ એયર બલૂન અને બોટ રેસ તમારી ટ્રિપને યાદગાર બનાવી દેશે.

ફેસ્ટિવલમાં શું હશે ખાસ

બલૂન ફેસ્ટિવલની શરૂઆત 17 જાન્યુઆરીથી થશે અને તેનું સમાપન 20 જાન્યુઆરીએ થશે. આ વખતે બલૂન ફેસ્ટિવલમાં એસસીઓ દેશના પ્રતિનિધિ પણ સામેલ થશે. તેના માટે પર્યટન વિભાગની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. વિભાગના આધારે બલૂન ઉત્સવમાં હોટ એયર બલૂનને 10 વિદેશી અને 2 દેશી પાયલટ ઉડાડશે. તેને માટે પર્યટન વિભાગે પોલેન્ડ, ફિનલેન્ડ, ઈટલી, યૂકે અને યૂએસના પાયલટને આમંત્રણ આપ્યું છે. આ હોટ એયર બલૂનને માટે ટૂરિસ્ટ 5-7 કિલોમીટરની સફર આકાશમાં કરી શકશે.

જાણો હોટ એયર બલૂનની કિંમત

આ મુસાફરી કરવા માટે કિંમત નક્કી કરવામાં આવી છે. હોટ એયર બલૂનની રાઈડ માટે એક વ્યક્તિએ 500 રૂપિયા ભરવાના રહેશે.

કેટલી વાર સુધી કરી શકશો આ બલૂનમાં રાઈડ

500 રૂપિયામાં તમે 45 મિનિટ સુધી હોટ એયર બલૂનની રાઈડ લઈ શકશો. તેમાં તમે વારાણસીના મનમોહક દ્રશ્યોને સરળતાથી માણી શકશો.

આ જગ્યાઓએથી ભરશે ઉડાન

ઉડાન માટે 3 જગ્યાઓ નક્કી કરાઈ છે. તેમાં એક ગંગા પાર ડોમરી, અન્ય છે સેન્ટ્રલ હિંદુ બ્વોયઝ સ્કૂલ કેમ્પસ કમચ્છા અને ત્રીજું સ્થાન છે સંપૂર્ણાનંદ સિગરા સ્ટેડિયમ.

શું છે હોટ એયર બલૂન

આ બલૂન સિન્થેટિક બલૂન હોય છે જેમાં એક મોટી બાસ્કેટ હોય છે. આ બાસ્કેટમાં યાત્રી સવાર હોય છે. બલૂનમાં સેફ્ટી ગિયર હોય છે અને તે હવામાં ઉડે છે. આસમાનથી તમે નીચેના સુંદર દ્રશ્યો જોઈ શકો છો.  

  • Follow us on: