• લીમડાના પાન કરશે તમારી મદદ
  • આમળા પાવડર અને દહીં પણ ડેન્ડ્રફને કરશે દૂર
  • નારિયેળ તેલ સાથે દહીં મિક્સ કરવાથી વાળ રહેશે સારા

લાંબા અને વધારે ગ્રોથ વાળા વાળ દરેક વ્યક્તિનું સપનું હોય છે. જો તમારા વાળમાં શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા રહે છે તો તમે ચિંતા ન કરો અને મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ ટાળો. તમે કેટલીક ઘરેલૂ વસ્તુઓથી આ મુશ્કેલીને દૂર કરી શકો છો. તો જાણો કયા સસ્તા અને સરળ ઉપાયો તમારી મદદ કરશે.

લીમડાના પાન

લીમડાના પાનમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે વાળમાં રહેલી ગંદગી અને સંક્રમણને રોકે છે. તેનાથી ડ્રાય સ્કેલ્પને સાફ કરવામાં મદદ મળી શકે છે અને સાથે વાળને પોષણ આપીને તેનો ગ્રોથ વધારવામાં મદદ મળે છે. જો તમે લીમડાના પાનની પેસ્ટ બનાવીને સ્કેલ્પ પર લગાવો છો તો સારું પરિણામ મળશે. તમે તેને પાણીમાં ઉકાળીને તે પાણીથી વાળ ધોઈ શકો છો. આ ઉપાય પણ કારગર રહેશે.

આમળા પાવડરની સાથે મિક્સ કરો દહીં

ડેન્ડ્રફને દૂર કરવા તમે આમળા અને દહીંનું મિશ્રણ લગાવી શકો છો. આમળા વિટામિન સીનો સારો સોર્સ છે અને તે ડેન્ડ્રફને ખતમ કરવામાં મદદ કરે છે. દહીંમાં રહેલા લેક્ટિક એસિડ વાળને માટે ફાયદારૂપ રહે છે. આ સ્કેલ્પને સાફ કરીને મૃત કોશિકાઓને દૂર કરવામાં અને વાળના વિકાસમાં મદદ કરે છે. તમે 1 વાટકીમાં 2-3 ચમચી આમળા પાવડર લો અને પછી 2 ચમચી દહીં ઉમેરો. આ પેસ્ટને વાળ પર 1 કલાક રહેવા દો અને પછી નોર્મલ પાણીથી વાળ ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં 2 વાર કરશો તો જલ્દી ડેન્ડ્રફથી છૂટકારો મળશે.

નારિયેળ તેલ સાથે દહીં

નારિયેળ તેલ સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. સાથે એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોવાના કારણે સ્કેલ્પના ફંગસ અને હાનિકારક બેક્ટેરિયાને સાફ કરે છે. આ સાથે હળદરમાં પણ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. આ મિશ્રણ લગાવવાથી ડેન્ડ્રફ જલ્દી સાફ થાય છે. આ માટે એક વાટકીમાં નારિયેળ તેલ લો અને તેમાં દહીં અને હળદર ઉમેરીને પેસ્ટ તૈયાર કરો, તેને 1 કલાક લગાવીને રાખો. આ પછી સાફ પાણીથી વાળ ધોઈ લો. 

  • Follow us on: