• સરગવાનો સૂપ શરીરને ગરમ રાખશે
  • સાંધાની તકલીફો દૂર કરવામાં મદદ કરશે આ શાક
  • સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂપ આપશે ઠંડીમાં રાહત

શિયાળાની ઠંડી સાંજે સૂપની મજા અલગ જ હોય છે. શાકભાજીના સૂપથી પેટ તો ભરાય છે અને સાથે શરીરને પૂરતું પાણી, વિટામીન અને ફાઇબર્સ મળે છે. બાળકોને માટે શાક ન ખાવાના નાટકમાં આ વિવિધ પ્રકારના સૂપ ફાયદારૂપ બને છે. જો તમે દાળ કે પનીરનો સૂપ ઉપયોગમાં લો છો તો તે પ્રોટિન આપે છે, તો મલાઇ વિનાના દૂધના સૂપ પણ હેલ્થ માટે સારા રહે છે. આમ કરવાથી સ્વાદ સાથે પોષણ મળે છે. સાંજના સમયે સૂપનો ઉપયોગ કરવામાં આવે તો તે ભૂખ વધારે છે. પાચનમાં સારો રહે છે. વધારે વજનવાળી વ્યક્તિઓ સાંજના ભોજનમાં સૂપ પીએ છે તો તેનાથી તેમનું વજન ઉતરી શકે છે. તો આજે જાણો સરગવાનો સૂપ કઈ રીતે સરળતાથી બનાવી શકાય છે.

જો તમને સરગવો ફક્ત સાંભરમાં જ ભાવે છે તો તમે ખાસ રીતે તેનો સૂપ બનાવી શકો છો. આમ કરવાથી તમે સરગવાના ફાયદા પણ મેળવી શકો છો. તે તમારા સાંધાની તકલીફોને દૂર કરવા માટે મદદરૂપ રહેશે. સરગવો માર્કેટમાં સરળતાથી મળી રહે છે તો તમે ભરપેટ તેનું સેવન કરો તે લાભદાયી રહેશે. જો તમે એક કપ સરગવાનો જ્યૂસ પીઓ છો તો તમે 80 કેલેરી મેળવી શકો છો.

સરગવાનો સૂપ

સામગ્રી

  • 1 કપ સરગવાની શિંગ
  • 1 બટાકું (છાલ સાથે)
  • 1 ચમચી ચણાનો લોટ
  • 1/4 ચમચી લીલું મરચું (પેસ્ટ)
  • મીઠું અને લીંબુ સ્વાદ અનુસાર

રીત

સરગવાની શિંગ, બટાકું, ચણાનો લોટ, લીલું મરચું અને એક કપ પાણી નાંખીને કૂકરમાં બે સીટી લો. ઠંડુ પડે એટલે હાથથી શિંગનો માવો કાઢો અને સાથએ છોતરા પણ કાઢો. માવા સાથે ક્રશ કરો. અડધો કપ પાણી નાંખીને ઉકાળો અને સાથે મીઠું નાંખો. લીંબુ નાંખીને સર્વ કરો. 

  • Follow us on: