બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ‘વિકાસ સંકલ્પ સભા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પ્રચાર અર્થે યોજાયેલી આ સભામાં જનમેદનીને સંબોધતા હર્ષ સંઘવીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જે પક્ષો હવાલાના કરોડો રૂપિયાના દુરુપયોગથી ગુજરાતની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જનતા આ ચૂંટણીમાં તેમનો સફાયો કરી દેશે.


ભાજપના નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચી

નાયબ મુખ્યમંત્રીએ ભાજપના શાસનમાં થયેલા વિકાસ કાર્યોની સરખામણી કોંગ્રેસના શાસન સાથે કરતા કહ્યું કે, પહેલાં વીજળી, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ જનતાએ વલખાં મારવા પડતા હતા, જ્યારે આજે ભાજપના નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચી છે. વડગામમાં નવી લાઈબ્રેરી, ખેડૂતોને વળતર અને છાપી બ્રિજ જેવા કાર્યો ભાજપની વિકાસની રાજનીતિનું પરિણામ છે. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા ઉમેર્યું કે, વડગામમાં કોંગ્રેસના કાર્યાલયો પર આજે કાર્યકર્તાઓને બદલે કાગડા ઉડી રહ્યા છે.

કોંગ્રેસને ઇતિહાસનું સૌથી નબળું પરિણામ મળશે

ગુજરાત કોંગ્રેસની હાલની પરિસ્થિતિ અંગે ટિપ્પણી કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ઇતિહાસનું સૌથી નબળું પરિણામ મળશે અને તે એક પણ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત પર વિજય મેળવી કરી શકશે નહીં તેવું ગુજરાતની જનતા એ નક્કી કરી લીધું છે. વડગામ ખાતે કોંગ્રેસ કાર્યાલયની સ્થિતિનો ઉલ્લેખ કરતાં તેમણે વ્યંગાત્મક રીતે કહ્યું હતું કે, કાર્યકર્તાઓની જગ્યાએ કાગડા ઉડતા જોવા મળે છે. તેમણે કહ્યું કે હવાલાના કરોડો રૂપિયાના દુરુપયોગથી ગુજરાતની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરી રહેલ પક્ષનો પણ આ ચુંટણીમાં જનતા સફાયો કરશે. ભાજપા તરફી જંગી મતદાન કરી ભાજપાના ઉમેદવારોને ઐતિહાસિક લીડ સાથે વિજયી બનાવવા તેઓએ નાગરિકોને આહ્વાન કર્યું હતું.

ભાજપને ઐતિહાસિક લીડથી વિજયી બનાવે

આ પ્રસંગે સામાજિક સમીકરણોમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો હતો. વણકર સમાજના અગ્રણી અને નિવૃત્ત આચાર્ય ગેનાભાઈ પરમાર સહિતના આગેવાનો નાયબ મુખ્યમંત્રીના હસ્તે કેસરિયો ધારણ કરી વિધિવત ભાજપમાં જોડાયા હતા. હર્ષ સંઘવીએ જનતાને અપીલ કરી હતી કે, જાતિ આધારિત ઉશ્કેરણી ફેલાવનારા નકારાત્મક તત્વોને ઓળખીને વિકાસના નામે ભાજપને ઐતિહાસિક લીડથી વિજયી બનાવે. આ સભામાં મંત્રી કમલેશભાઈ પટેલ અને જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો----    Aravalli : શિક્ષણના ધામમાં 'નશાખોર' ગુરુજી, મોડાસાની શાળામાં દારૂ ઢીંચીને આવેલા શિક્ષકનો વીડિયો વાયરલ

  • Follow us on: