સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગાંધીનગરના દહેગામમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 7 ના આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર દારુ પીતા અને તેમના સમર્થકો મતદારોને લલચાવવા માટે દારૂનો જથ્થો રાખતા ઝડપાયા છે.


ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

બાતમીના આધારે દહેગામ પોલીસે એક ખેતરમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને ખેતરમાંથી છુપાવી રાખેલો કુલ રૂ. 34,870 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આક્ષેપ છે કે આ દારૂનો જથ્થો 'આપ' ના વોર્ડ નંબર 7 ના ઉમેદવારના સમર્થકો દ્વારા મતદારોને પ્રલોભન આપવા માટે લાવવામાં આવ્યો હતો.

ઉમેદવાર પણ નશાની હાલતમાં ઝડપાયા

પોલીસ દરોડા દરમિયાન ખુદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ નશાની હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. ચૂંટણી આચારસંહિતાના કડક અમલ વચ્ચે ઉમેદવારની આ પ્રકારની ધરપકડથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો---    Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!

  • Follow us on: