સુરતમાં મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરત આમ આદમી પાર્ટીના નેતા કાળુ વઘાસિયા વિવાદોના ઘેરામાં આવ્યા છે. એક પીડિત મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને કાળુ વઘાસિયા પર ગંભીર અત્યાચારના આક્ષેપો કર્યા છે.
"હું પાટીદાર સમાજની દીકરી છું, સાથ આપો"
વાયરલ વીડિયોમાં પીડિત મહિલાએ ભાવુક થઈને જણાવ્યું છે કે, હું પણ પાટીદાર સમાજની દીકરી છું અને કાળુ વઘાસિયાએ મારા પર પારાવાર અત્યાચાર કર્યો છે. મહિલાએ વીડિયોમાં પાટીદાર સમાજ પાસે ન્યાયની અપીલ કરતા મદદ માંગી છે.













