સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે દાહોદ જિલ્લામાં એક મોટી રાજકીય હલચલ મચી ગઈ છે. ધાવડીયા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર સુમનબેનના પતિ મુકેશ ડામોરનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ ગ્રામજનોને રૂપિયાની વહેંચણી કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. આ વીડિયો સામે આવતા જ વિરોધ પક્ષો અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


લોકોએ પૈસા લેવાનો કર્યો ઈન્કાર, નેતાઓ ભાગ્યા

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ભાજપના આગેવાનો ઘેસવા ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રચાર માટે પહોંચ્યા હતા, ત્યારે તેઓ મતદારોને આકર્ષવા રોકડ રકમ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, જાગૃત ગ્રામજનોએ આ પૈસા લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. લોકોએ ઘેસવા પંચાયતના બાકી રહી ગયેલા કામો અને ભ્રષ્ટાચાર મામલે ભાજપના કાર્યકરોનો ઉધડો લીધો હતો. સ્થિતિ એટલી તંગ બની હતી કે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું.

ચૂંટણી પંચમાં ફરિયાદની તૈયારી

આ ઘટનાને પગલે દાહોદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આચારસંહિતાના ભંગ બદલ અને મતદારોને લલચાવવા બદલ હવે ચૂંટણી પંચ આ વાયરલ વીડિયોના આધારે શું પગલાં લે છે તે જોવું રહ્યું. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે ભાજપને ઘેરવાની તૈયારીઓ કરી લીધી છે.


આ પણ વાંચો----    Gandhinagar : ‘ખાખી’ ના નામે દિલધડક ચોરી, પોલીસની ગાડીમાં આવ્યા તસ્કરો અને સેકન્ડોમાં હાથફેરો કરી ફરાર

  • Follow us on: