કુદરતી સૌંદર્યથી છવાયેલા ડાંગ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત અત્યંત ઉત્સાહભર્યા માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. ડાંગ જિલ્લાના મતદારોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો લગાવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 77.17 ટકા જેટલું ભારે મતદાન નોંધાયું છે.


મતદાનના મુખ્ય આંકડા

ડાંગ જિલ્લામાં કુલ 1,93,588 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 1,45,342 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા પંચાયતની બેઠકો માટે સરેરાશ 77.1 ટકા મતદાન થયું છે.

તાલુકાવાર મતદાનની સ્થિતિ:

  • વઘઈ: 81.97% (સૌથી વધુ)
  • સુબીર: 76.08%
  • આહવા: 74.35%

બેઠક મુજબ જોતા, બરડાં બેઠક પર સૌથી વધુ 80.02% મતદાન થયું છે, જ્યારે આહવા-1 બેઠક પર સૌથી ઓછું 53.49% મતદાન નોંધાયું છે.

બે ગામોમાં મતદાનનો બહિષ્કાર

એક તરફ જિલ્લામાં મતદાનનો ભારે ઉત્સાહ હતો, ત્યારે બીજી તરફ આહવા તાલુકાના કોટમદર અને સુબીર તાલુકાના નિશાણા ગામના ધામાલા ફળિયામાં ગ્રામજનોએ પોતાની પડતર માંગણીઓને લઈ મતદાનથી દૂર રહી વિરોધ નોંધાવ્યો હતો. તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો કરવા છતાં આ વિસ્તારોમાં બહિષ્કારની અસર જોવા મળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: