વડોદરાના બિલ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો રાજકીય રોષ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો. ગામની વિવિધ સોસાયટીઓમાં ભાજપના કાર્યકરો સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે જ્યારે ભાજપની રેલી ગામમાં પહોંચી, ત્યારે સ્થાનિક રહીશો અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.


શા માટે થયો વિરોધ?

મળતી માહિતી મુજબ, બિલ ગામની અનેક સોસાયટીઓના રહીશો સ્થાનિક પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને શાસક પક્ષથી નારાજ હતા. ઘણા દિવસોથી અહીં ભાજપના કાર્યકરો આવે ત્યારે સોસાયટીઓના ગેટ પણ બંધ થઇ જતા હતા. આજે જ્યારે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પ્રચાર માટે પહોંચ્યા, ત્યારે સોસાયટીઓના મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. સ્થાનિકોએ એકસૂરે સૂત્રોચ્ચાર કરી ભાજપની રેલીનો વિરોધ કર્યો હતો.

પોલીસનો કાફલો ખડકાયો

વાતાવરણ તંગ બનતા અને બંને પક્ષો વચ્ચે સામસામે બબાલ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. વડોદરા ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી અને સ્થાનિકોને સમજાવ્યા હતા. જોકે, ગ્રામજનોમાં પક્ષ પ્રત્યેનો આક્રોશ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

રાજકીય ગરમાવો

ચૂંટણીના માહોલ વચ્ચે વડોદરાના આસપાસના ગામડાઓમાં જે રીતે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે, તે પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. બિલ ગામની આ ઘટના બાદ રાજકીય લોબીમાં ચર્ચાઓ તેજ બની છે. 


આ પણ વાંચો----    Local Body Elections 2026 :અમદાવાદમાં 'આપ' ના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, સરકાર આવશે તો રસ્તા પર નમાજ પઢવા માટે કામ કરીશું

  • Follow us on: