ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામનગર મહાનગરપાલિકામાં ભાજપના શાનદાર વિજય બાદ ચારેબાજુ વિજયોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર શહેર સહિત સમગ્ર હાલાર પંથકમાં ભાજપનો ભગવો લહેરાતા કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
પૂનમબેન માડમ અને રિવાબા જાડેજા વચ્ચે જોવા મળ્યું મિલન
ચૂંટણીના પરિણામો બાદ જામનગરના રાજકારણમાં એક સુખદ દ્રશ્ય જોવા મળ્યું હતું. સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય/રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ એકબીજાને ભેટીને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. આ મિલને ભાજપના કાર્યકરોમાં એકતાનો મજબૂત સંદેશ પહોંચાડ્યો છે.













