• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • આ ટૂર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે
  • T20 વર્લ્ડકપમાં ભારતની સૌથી મજબૂત ટીમ: મોર્ગન

T20 વર્લ્ડકપ 2024 થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે આયોજિત થનારી આ ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થશે. ICCની આ મેગા ઈવેન્ટ માટે ભારતીય ટીમ અમેરિકા પહોંચી ગઈ છે. એટલું જ નહીં રોહિત શર્મા એન્ડ કંપનીએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને ભારતને T20 વર્લ્ડકપ 2024ની સૌથી મજબૂત ટીમ ગણાવી છે.

ભારત અન્ય ટીમોને હરાવવા સક્ષમ

મોર્ગને કહ્યું કે, ભારતની ડેપ્થ અને પ્રતિભા ટીમને ખૂબ જ મજબૂત બનાવે છે. ભારતીય ટીમ અન્ય કોઈપણ ટીમને સારા માર્જિનથી હરાવવાની ક્ષમતા ધરાવે છે. તેણે કહ્યું, “એમાં કોઈ શંકા નથી કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઈજાઓ હોવા છતાં ભારત સૌથી મજબૂત ટીમ છે. તેમની શક્તિ અને ડેપ્થ આ ક્ષણે એકદમ અકલ્પનીય છે.

ભારતીય ટીમ મારી ફેવરિટ છે

ઈયોન મોર્ગને કહ્યું કે ભારતીય ટીમ મારી ફેવરીટ ટીમ છે. તેણે વધુમાં કહ્યું. મને લાગે છે કે ભારતીય ટીમ કાગળ પર જેટલી મજબૂત છે ૃતે જોતા તેઓ ટૂર્નામેન્ટમાં કોઈપણને મોટા માર્જિનથી હરાવી શકે છે. T20 વર્લ્ડકપ 2016ની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. મોર્ગન આ ટીમનો એક ભાગ હતો. આ સિવાય ઈયોન મોર્ગનની કપ્તાનીમાં ઈંગ્લેન્ડે ODI વર્લ્ડકપ 2019નો ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ ટાઈ રહી હતી. બાઉન્ડ્રી કાઉન્ટના આધારે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

  • Follow us on: