• આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
  • ભારતીય ટીમ 229 રનમાં ઓલઆઉટ
  • વર્લ્ડકપમાં કોહલી પ્રથમ વખત શૂન્ય પર આઉટ

આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઇ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 229 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બેકફુટ પર ધકેલાઇ ગઇ હતી. ઈંગ્લેન્ડે માત્ર 30 રનમાં પોતાની બે મોટી વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને શરૂઆતની બંને સફળતા અપાવી છે. બુમરાહે પહેલા ઓપનિંગ બેટ્સમેન ડેવિડ મલાનને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેના બીજા જ બોલ પર તેણે જો રૂટને એલબીડબલ્યુ પણ કર્યો હતો. આ સાથે તેણે વિરાટ કોહલીનો બદલો પણ લીધો છે.

વર્લ્ડકપમાં કોહલી પ્રથમ વખત શૂન્ય પર આઉટ

આજે ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલીનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું હતું. ભારતીય ટીમ માટે તેણે ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે કુલ નવ બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન ખાતું ખોલાવ્યા વિના તે ડેવિડ વિલીના બોલ પર બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો હતો. આ સાથે કોહલી વર્લ્ડકપ ઇતિહાસમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો છે.

જસપ્રીત બુમરાહએ બદલો લીધો

કિંગ કોહલીની જેમ ભારતીય બેટિંગનો મુખ્ય આધાર છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં જો રૂટ પણ આ જ ભૂમિકા ભજવે છે. રૂટનું બેટ પણ ભારત સામે સંપૂર્ણપણે શાંત રહ્યું હતું. તે પોતાની ટીમ માટે ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે પહેલા જ બોલ પર આઉટ થયો હતો. રૂટના આઉટ થયા બાદ ફેન્સ ખૂબ જ ખુશ છે અને બુમરાહના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેનું માનવું છે કે બુમરાહે કિંગ કોહલી પાસેથી બદલો લીધો છે. વિપક્ષી ટીમે જે રીતે કોહલીને શૂન્ય પર આઉટ કર્યો હતો. એ જ રીતે તેણે રૂટને એલબીડબલ્યુ કરીને બદલો લીધો હતો.


  • Follow us on: