- MI કેપ ટાઉનના કોચિંગ સ્ટાફના નામની જાહેરાત
- સિમોન કેટિચ મુખ્ય કોચ, હાશિમ અમલા બેટિંગ કોચ
- જેમ્સ પેમેન્ટ ફિલ્ડિંગ કોચ, રોબિન પીટરસન મેનેજર
દક્ષિણ આફ્રિકાની ઘરેલુ T20 લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 'MI કેપ ટાઉન' એ કોચિંગ સ્ટાફના નામની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સિમોન કેટિચને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે બેટિંગ કોચ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ હાશિમ અમલાને બનાવવામાં આવ્યા છે. આ સિવાય જેમ્સ પેમેન્ટને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે રોબિન પીટરસનને ટીમ (MI કેપ ટાઉન)ના મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

5 દિગ્ગજ ખેલાડીઓને સામેલ કર્યા
MI કેપટાઉને તેની પ્રથમ એડિશન માટે પોતાની ટીમમાં 5 દિગ્ગજ ખેલાડીઓને સામેલ કર્યા હતા. આ ખેલાડીઓ છે કાગીસો રબાડા, ડેવાલ્ડ બ્રેવિસ, રાશિદ ખાન, સેમ કુરાન અને લિયામ લિવિંગસ્ટોન.
જયવર્દનેની વધી જવાબદારીઓ
તેની સાથે જ, મુંબઈ ઈન્ડિયન્સે બુધવારે ભૂતપૂર્વ ખેલાડીઓ મહેલા જયવર્દનેને નવી ભૂમિકાઓ સોંપી, તેમને અનુક્રમે વૈશ્વિક પ્રદર્શનના વડા અને વૈશ્વિક ક્રિકેટ વિકાસના વડા બનાવ્યા. આ નિમણૂંકો મુંબઈ ઈન્ડિયન્સની કેન્દ્રીય વિસ્તરણ યોજનાનો એક ભાગ છે. મુંબઈ ઈન્ડિયન્સના નિવેદન અનુસાર, જયવર્દને જૂથની વૈશ્વિક ક્રિકેટ કામગીરીનું નેતૃત્વ કરશે, જેમાં એકંદર વ્યૂહાત્મક આયોજન, એક સંકલિત વૈશ્વિક ઉચ્ચ પ્રદર્શન ઈકોસિસ્ટમનું નિર્માણ, તેમજ દરેક ટીમના કોચિંગ અને સપોર્ટ માળખા માટે જવાબદાર છે.