- 23 ઓક્ટોબરે MCG ખાતે ભારત-પાકિસ્તાનની થશે ટક્કર
- મેચના 39 દિવસ પહેલા જ 5 લાખથી વધુ ટિકિટો વેચાઈ ગઈ
- ચાહકોને ટૂર્નામેન્ટની શરૂઆતમાં ટિકિટ ખરીદવાની તક મળશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCG ખાતે યોજાનારી T20 વર્લ્ડકપ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, પરંતુ આ સિવાય ચાહકોને ટૂર્નામેન્ટની શરૂઆતમાં ટિકિટ ખરીદવાની તક મળશે. વાસ્તવમાં, ICC ટુર્નામેન્ટની શરૂઆત પહેલા સત્તાવાર રિ-સેલ પ્લેટફોર્મ લોન્ચ કરશે, જ્યાં ફેન્સ ફેસ-વેલ્યુ પર ટિકિટની આપ-લે કરીને સ્ટેડિયમમાં જઈને મેચનો આનંદ માણી શકશે.

ટિકિટની અદલાબદલી કરી મેચ જોઈ શકાશે
ICC ઈવેન્ટ્સના વડા ક્રિસ ટેટલીએ કહ્યું: ICC મેન્સ T20 વર્લ્ડકપની ટિકિટો વેચાતી જોઈને અમને આનંદ થાય છે, જેની 500,000થી વધુ વેચાઈ ચૂકી છે. ક્રિસ ટેટલીએ કહ્યું, કેટલીક ટિકિટો હજુ પણ ખરીદી માટે ઉપલબ્ધ છે, તેથી ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી, તેઓ પછીથી ટિકિટની અદલાબદલી કરીને મેચ જોવાનો આનંદ માણી શકે છે.
23 ઓક્ટોબરે મહામુકાબલો
T20 વર્લ્ડકપમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા T20 વર્લ્ડકપમાં ભારતને પાકિસ્તાને 10 વિકેટે હરાવ્યું હતું. હવે આ વર્ષે ભારતીય ટીમ T20 વર્લ્ડકપનો બદલો લેવા માંગશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 મેચ રમાઈ હતી, જેમાં એકમાં ભારત અને પાકિસ્તાનનો વિજય થયો હતો.