• રોહિત શર્મા અને નવદીપ સૈની બીજી તેટેસ્ટમાંથી બહાર
  • રોહિત બાંગ્લાદેશ સામે ODI શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો
  • નવદીપ સૈની પેટના સ્નાયુમાં ખેંચાણના કારણે થયો બહાર

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાગ્રસ્ત રોહિત શર્મા સિવાય અન્ય એક ખેલાડી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

નવદીપ સૈની બીજી ટેસ્ટમાંથી બહાર

ભારતીય સુકાની રોહિત શર્મા અંગૂઠાની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થવામાં નિષ્ફળ જતાં બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ટેસ્ટ શ્રેણી પહેલા વનડે શ્રેણીની બીજી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે તેને ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી. ભારતીય ટીમ વનડે શ્રેણી 1-2થી હારી ગઈ હતી. રોહિત ઈજાની સારવાર માટે મુંબઈ પહોંચી ગયો છે અને તે BCCI મેડિકલ કમિટીની દેખરેખ હેઠળ છે. રોહિત ઉપરાંત ઝડપી બોલર નવદીપ સૈની પણ પેટના સ્નાયુમાં ખેંચાણના કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે.


સૈનીને પેટના સ્નાયુમાં ખેંચાણ

BCCI તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 'મેડિકલ ટીમનું માનવું છે કે ભારતીય કેપ્ટનને તેની સંપૂર્ણ ફિટનેસ માટે બેટિંગ અને ફિલ્ડિંગ કરવા માટે થોડો વધુ સમય જોઈએ છે. તે તેનું પુનર્વસન ચાલુ રાખશે અને બાંગ્લાદેશ સામેની બીજી અને અંતિમ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. નવદીપ સૈની પણ પેટમાં ખેંચાણના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ફાસ્ટ બોલર હવે તેની ઈજાના વધુ સંચાલન માટે NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)માં જશે.

ફિટનેસ પર ઘણા સવાલો ઉભા થયા

ભારતીય ટીમની ઘરઆંગણે વ્યસ્ત સિઝનને જોતા ટીમ મેનેજમેન્ટ રોહિતને રમવાનું જોખમ લેવા માગતું નથી. ભારતે આવતા મહિને શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે મર્યાદિત ઓવરોની શ્રેણી રમવાની છે. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ શ્રેણી માટે ભારતની મુલાકાતે આવશે. સૈનીની ઈજાએ તેની ફિટનેસ પર ઘણા સવાલો ઉભા કર્યા છે. તેણે ટેસ્ટ પહેલા બાંગ્લાદેશમાં બે મેચમાં ભારત A નું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેને ફિટ માનવામાં આવ્યો હતો.


રાહુલ કરશે કપ્તાની

તે પ્રથમ ટેસ્ટ રમ્યો ન હતો. સૈનીએ તેની છેલ્લી ટેસ્ટ મેચ ગયા વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં રમી હતી. લોકેશ રાહુલની આગેવાની હેઠળ ચિત્તાગોંગમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ભારતે 188 રનથી જીતી લીધી હતી. તે ફરી એકવાર ટીમનું નેતૃત્વ કરશે જ્યારે ચેતેશ્વર પૂજારા ટીમના વાઇસ કેપ્ટન હશે.

બીજી ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ

કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, અભિમન્યુ ઇશ્વરન, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ.

  • Follow us on: