• રોહિત શર્મા ODI બાદ હવે ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર
  • કેએલ રાહુલ રોહિતની જગ્યાએ બીજી ટેસ્ટમાં પણ કપ્તાની કરશે
  • ફિલ્ડીંગમાં ઈજા વધવાનું જોખમ હોવાથી મેનેજમેન્ટનો નિર્ણય

રોહિત શર્માની ગેરહાજરીમાં હવે માત્ર કેએલ રાહુલ જ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જેનું સ્થાન પ્લેઈંગ ઈલેવનમાં પણ નથી બન્યું, પરંતુ નસીબની મદદથી તે ટીમનો લીડર બની ગયો છે.

રોહિત શર્મા બીજી ટેસ્ટમાંથી બહાર

ભારતીય સિનિયર ખેલાડીઓનો અને તેમની ઈજાઓનો અંત જ નથી આવી રહ્યો. એવા સમાચાર છે કે કેપ્ટન રોહિત શર્મા બીજી ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. અંગૂઠાની ઈજાને કારણે તે વનડે શ્રેણી અને પછી પ્રારંભિક ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો હતો. એક અહેવાલ મુજબ, હવે હિટમેન આવતા મહિને શરૂ થનારી શ્રીલંકા શ્રેણીમાંથી જ વાપસી કરી શકશે.


ઈજાગ્રસ્ત અંગૂઠા સાથે બેટિંગ કરવા ઉતર્યો

બીજી વનડેમાં, રોહિતને સ્લિપમાં કેચ લેતી વખતે તેના અંગૂઠામાં ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યારે તે સ્કેન કરીને પાછો ફર્યો ત્યારે ભારતીય બેટ્સમેનો પત્તાના ઘરની જેમ વેરવિખેર થઈ ગયા હતા. આવી સ્થિતિમાં તે ઈજાગ્રસ્ત અંગૂઠા સાથે બેટિંગ કરવા ઉતર્યો હતો. અડધી સદી ફટકારી, પરંતુ ટીમને જીત અપાવી ન શક્યો. પ્રથમ ટેસ્ટમાં ભારતની જીત પછી, ભારતીય કેમ્પમાંથી એવા સમાચાર આવ્યા હતા કે મેનેજમેન્ટ કેપ્ટનના અંગૂઠા સાથે કોઈ રિસ્ક લેવાનું નથી, જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે સાજો ન થઇ જાય.


મેનેજમેન્ટનો નિર્ણય

મેનેજમેન્ટને એવું પણ લાગે છે કે રોહિત બીજી ટેસ્ટમાં બેટિંગ કરવા માટે તૈયાર છે, પરંતુ ફિલ્ડિંગ કરતી વખતે તેની ઈજા વધી શકે છે, તેથી કોઈ જોખમ લેવાની જરૂર નથી. એટલે કે કેએલ રાહુલ જ કેપ્ટનશીપ કરશે, જે પોતે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝ હાર્યા બાદ ભારત હાલમાં ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ છે. સિરીઝની બીજી અને છેલ્લી મેચ 22મીથી રમાશે.

  • Follow us on: