• શુભમન ગિલે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરાબરી
  • ગિલ ચોથી વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો
  • ગિલ વર્લ્ડ કપમાં તોડી શકે છે સચિનનો આ ખાસ રેકોર્ડ

ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ગિલને ભારતમાં રમાનાર ODI વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ પહેલા ગિલે એક ખૂબ જ ખાસ રેકોર્ડમાં ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. વર્લ્ડ કપ પહેલા, ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી હતી, જેમાં 24 વર્ષીય શુભમન ગિલ 'પ્લેયર ઓફ ધ સિરીઝ' રહ્યો હતો. ગિલનો આ ચોથી વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકરે પણ 25 વર્ષની ઉંમર પહેલા 4 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો હતો. હવે ગિલે તેની બરાબરી કરી લીધી છે.

ODI વર્લ્ડ કપમાં સચિનને ​​પછાડી શકે છે

25 વર્ષની ઉંમર પહેલા સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીતવાના મામલે ગિલ ODI વર્લ્ડ કપ 2023માં સચિન તેંડુલકરને પાછળ છોડી શકે છે. વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનીને, ગિલ 25 વર્ષનો થાય તે પહેલા સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર ભારતીય બની શકે છે.

ગિલની અત્યાર સુધીની વનડે કારકિર્દી

તમને જણાવી દઈએ કે ગિલે તેની છેલ્લી પાંચ ઇનિંગ્સમાં 2 સદી અને 1 અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોરમાં રમાયેલી બીજી વનડેમાં ગિલે 104 રનની ઈનિંગ રમી હતી. તેણે શ્રેણીની પ્રથમ મેચમાં 74 રન બનાવ્યા હતા. આ સિવાય ગિલે એશિયા કપમાં બાંગ્લાદેશ સામે સુપર-4 સ્ટેજમાં 121 રન બનાવ્યા હતા. ગિલે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં અનુક્રમે 19, 121, 27*, 74 અને 104 રન બનાવ્યા છે. ગિલે તેની કારકિર્દીમાં 35 ODI મેચ રમી છે, જેમાં તેણે 66.10ની એવરેજથી 1917 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 1 બેવડી સદી સહિત 6 સદી અને 9 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 208 રન હતો.

  • Follow us on: