- T20 વર્લ્ડકપ 2024 ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન
- આ મેચમાં સૂયકુમાર યાદવે શાનદાર કેચ પકડ્યો હતો
- સૂર્યકુમારે આ કેચ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે
T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચની તે ક્ષણ યાદ હશે જ્યારે સાઉથ આફ્રિકાને જીતવા માટે 6 બોલમાં 16 રનની જરૂર હતી. સ્ટ્રાઈક સાઉથ આફ્રિકાના ખતરનાક બેટ્સમેન ડેવિડ મિલર પાસે હતી. ટીમના પાંચમા બોલર હાર્દિક પંડ્યાના હાથમાં બોલ હતો. હાર્દિકના પહેલા જ બોલ પર ડેવિડ મિલરે લાંબો શોટ રમ્યો હતો જે બાઉન્ડ્રી તરફ જતો જોવા મળ્યો હતો. થોડા સમય માટે એવું લાગ્યું કે આ બોલ બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરી દેશે. પરંતુ આ દરમિયાન સૂર્યકુમાર યાદવે આશ્ચર્યજનક કેચ પકડ્યો હતો.
જ્યારે ભારત ચેમ્પિયન બન્યું ત્યારે આ કેચની ભૂમિકાને ટર્નિંગ પોઈન્ટ તરીકે જોવામાં આવી હતી. પરંતુ કેટલાક લોકોએ આ કેચ પર વિવાદ શરૂ કર્યો. જો કે સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીઓએ સૂર્યકુમાર યાદવના આ કેચની પ્રશંસા કરી હતી. હવે સૂર્યકુમાર યાદવે પોતે આ કેચ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
કેચ વિશે સૂર્યાએ શું કહ્યું?
સૂર્યકુમાર યાદવે એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું કે જ્યારે મેં બાઉન્ડ્રીની અંદર બોલ કેચ કર્યો ત્યારે મને ખબર હતી કે મેં બાઉન્ડ્રી લાઇન સ્પર્શ કર્યો નથી. હું બાઉન્ડ્રીની બહાર ગયો અને પછી અંદર આવ્યો અને ફરીથી કેચ પકડ્યો. મને મારા કેચ સાથે પૂરો વિશ્વાસ હતો કે મેં તેને ખૂબ ચોકસાઈથી પકડ્યો છે. મેં અલગ-અલગ એંગલ પર આ કેચની પ્રેક્ટિસ કરી છે. હું પહેલેથી જ તૈયાર હતો કારણ કે કેપ્ટન રોહિત ભાઈ અને હાર્દિકે માત્ર વાઈડ યોર્કર માટે ફિલ્ડિંગ ગોઠવી હતી. મિલર હવામાં સીધો શોટ રમ્યો અને પછી મારા મગજમાં આવ્યું કે મારે તેને કોઈ પણ ભોગે પકડવો પડશે છે. અમે હંમેશા દરેક મેચ પહેલા ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરીએ છીએ.
રોહિત શર્મા તરફ બોલ ફેંકી રહ્યો હતો
સૂર્યકુમાર યાદવે કહ્યું કે રોહિત ભાઈ સામાન્ય રીતે લોંગ-ઓનમાં ફિલ્ડિંગ કરતા નથી. પરંતુ તે બોલ પર ત્યાં જ ઊભો હતો. જ્યારે બોલ આવી રહ્યો હતો, ત્યારે મેં એક સેકન્ડ માટે તેની તરફ જોયું અને તેણે મારી તરફ જોયું. હું દોડ્યો અને મારો હેતુ બોલને પકડવાનો હતો. જો તે થોડો નજીક હોત તો મેં તેની તરફ બોલ ફેંક્યો હોત પરંતુ તે દૂર હતા. મેં બોલ હવામાં ઉછાળ્યો અને જાતે અંદર આવીને કેચ પકડવાનો પ્રયાસ કર્યો અને તેમાં હું સફળ રહ્યો.
આ એવોર્ડથી પ્રોત્સાહન વધ્યું
સૂર્યકુમાર યાદવે કહ્યું કે આ કેચ માટે ટીમના ફિલ્ડિંગ કોચ ટી દિલીપનો પણ આભાર માનવો જોઈએ. ટી દિલીપે મેચ બાદ ડ્રેસિંગ ફોર્મમાં બેસ્ટ ફિલ્ડિંગ બદલ મેડલ આપવાની શરૂઆત કરાવી છે. તેનો હેતુ બેટિંગ અને બોલિંગ સિવાય મેચમાં ફિલ્ડિંગ દ્વારા યોગદાન આપનારાઓને પુરસ્કાર આપવાનો છે. આ મેડલ તમને મેદાનમાં અલગ રીતે યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે.
1000 થી વધુ મેસેજ આવ્યા
સૂર્યકુમાર યાદવે કહ્યું કે જો હું આ કેચ ચૂકી ગયો હોત અને તે સિક્સમાં ફેરવાઈ ગયો હોત તો પણ અમે મેચ જીતી શક્યા હોત. આ સિક્સ પછી પણ સાઉથ આફ્રિકાને 5 બોલમાં 10 રનની જરૂર હશે. અમે મેચ જીતી ગયા હોત પરંતુ અમારું માર્જિન ઓછું હોત. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને પરિણામો મળ્યા. સૂર્યકુમાર યાદવે કહ્યું કે તે 4 થી 5 સેકન્ડમાં જે બન્યું તે સ્વપ્ન જેવું હતું. લોકો હજુ પણ મને ફોન અને મેસેજ કરી રહ્યા છે. વોટ્સએપ પર 1000થી વધુ મેસેજ પડેલા છે. હું દરેકનો આભાર વ્યક્ત કરી શકતો નથી. હું મારા પ્રિયજનોનો પ્રેમ જોઈને ખૂબ જ ખુશ છું.