- IPL પહેલાં RCBના સ્ટાર બેટ્સમેને મચાવ્યો કોહરામ
- રજત પાટીદારે 14 બોલમાં 66 રન બનાવ્યા
- મધ્યપ્રદેશની ટીમે 9.5 ઓવરમાં મેળવી જીત
IPL 2024 પહેલાં RCBના સ્ટાર બેટ્સમેન રજત પાટીદારે વિજય હજારે ટ્રોફીમાં કોહરામ મચાવ્યો છે. ઘરેલૂ ક્રિકેટમાં મધ્યપ્રદેશ તરફથી રમનારા રજત પાટીદારે 259.26ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને 70 રનની ઈનિંગ રમી છે. ગત સિઝન એટલે IPL 2023માં ઈજાગ્રસ્ત રહેનારા પાટીદારે આ વખતે RCB માટે તે કરી શકે છે, જે તેમણે વર્ષ 2022માં કર્યું હતું.
રજત પાટીદારે 27 બોલમાં 70 રન કર્યા
IPL શરૂ થયા પહેલાં પાટીદારે પોતાના કમાલ શરૂ કર્યો છે. વિજય હજારે ટ્રોફીમાં નાગાલેન્ડ વિરુદ્ધ મેચમાં મધ્યપ્રદેશના પાટીદારે 27 બોલમાં 70 રનની ઈનિંગ રમી છે. જેમાં 9 ફોર અને 5 સિક્સ સામેલ છે. તેમણે પોતાની આ ઈનિંગમાં માત્ર 14 બોલમાં જ બાઉન્ડ્રીથી 66 રન બનાવ્યા હતા. પાટીદારની આ ઈનિંગના કારણે પહેલાં જ એકતરફી મેચ મધ્યપ્રદેશની ઝોલીમાં 9.5 ઓવરમાં આવી હતી. RCBના બેટ્સમેને મેચમાં 133 રનના ટાર્ગેટનો પીછો કરીને આ શાનાદાર ઈનિંગને અંજામ આપ્યો હતો.
નાગાલેન્ડે 41 ઓવરમાં બનાવ્યા 132 રન
મેચમાં મધ્યપ્રદેશે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેના બોલર્સે આને યોગ્ય ગણાવ્યો હતો. બોલર્સે કહેર વર્તાવીને નાગાલેન્ડને 41 ઓવરમાં 132 રન પર ઓલઆઉટ કર્યું હતું. મધ્યપ્રદેશ માટે કુલવંત ખેજરોલિયાએ 9 ઓવરમાં માત્ર 31 રન આપીને 4 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમણે 1 મેડન ઓવર પણ ફેંકી હતી. આ ઉપરાંત કુમાર કાર્તિકેયે 3 વિકેટ પોતાને નામે કરી હતી. સાથે શારાંશ જૈન અને અરશદ ખાને પણ 1-1 વિકેટ લીધી હતી.
મધ્યપ્રદેશે 9.5 ઓવરમાં મેળવી જીત
આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા મધ્યપ્રદેશે માત્ર 9.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને જીત પોતાના નામે કરી છે. ટીમ માટે ઓપનિંગ કરવા ઉતરેલા રજત પાટીદારે 70 રનની તાબડતોડ ઈનિંગ રમી હતી. આ ઉપરાંત સાથી ઓપનર યશ દુબેએ 30 બોલમાં 49 રનનો સ્કોર કર્યો હતો. જેમાં 9 ફોર સામેલ છે. આ પ્રકારે મધ્યપ્રદેશે એકતરફી જીત પોતાના નામે કરી હતી.