- અફઘાનિસ્તાને ત્રીજી વખત કર્યો ઉલટફેર
- શ્રીલંકાના વિરુદ્ધ 7 વિકેટે મેળવી જીત
- અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત કરી
2023 વર્લ્ડકપમાં પોતાના દમદાર પ્રદર્શનથી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે તમામ લોકોને હેરાન કર્યાસ છે. 2019 વર્લ્ડકપમાં તમામ મેચ હારનારી અફઘાન ટીમે આ વખતે 3 ઉલટફેરવ કર્યા છે. સોમવારે અફઘાન ટીમે શ્રીલંકાને હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાનો દાવો રજૂ કર્યો છે. અફઘાનિસ્તાને આ ધમાકેદાર પ્રદર્શનથી તમમને 2003ના વર્લ્ડકપની યાદ અપાવી છે.
10 વર્ષ પહેલાં કેન્યા સેમીફાઈનલમાં પહોંચ્યું હતું
2003 વર્લ્ડકપમાં પણ એક નાની ટીમ તમામને પછાળીને સેમીફાઈનલમાં પહોંચી હતી. તે ટીમનું નામ હતું કેન્યા. ત્યારે કેન્યાએ તમામને હેરાન કર્યા હતા. આ વખતે અફઘાનિસ્તાન પોતાના દમદાર પ્રદર્શનથી તમામને હેરાન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે, શું કેન્યાની જેમ અફઘાનિસ્તાન ટીમ તમામ ટીમને પછાળીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી શકે છે?. 2003 વર્લ્ડકપમાં કેન્યાની ટીમે ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન જેવી મોટી ટીમને હરાવી હતી અને ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ભારત સાથે સેમીફાઈનલમાં પહોંચી હતી. 2003 વર્લ્ડકપમાં પણ આવી જ સ્થિતિ બની રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા, ભારત અને સાઉથ આફ્રિકાનું સેમીફાઈનલમાં પહોંચવાનું નક્કી છે, પરંતુ ચોથી ટીમ કઈ હશે, તેને લઈ તસ્વીર સ્પષ્ટ નથી. આ રેસમાં અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામેલ છે. જો કે, પાકિસ્તાનનું હવે સેમીફાઈનલમાં પહોંચવું કોઈ ચમત્કારથી ઓછું નથી.
અફઘાનિસ્તાન કેવી રીતે સેમીફાઈનલમાં પહોંચી શકશે?
અફઘાનિસ્તાને અત્યાર સુધી વર્લ્ડકપમાં 6 મેચ રમી છે. જેમાંથી અફઘાનિસ્તાન ટીમની 3 મેચમાં જીત થઈ છે. આ જીતને લઈ અફઘાનિસ્તાનની ટીમ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાન પર છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાને હજુ 3 લીગ મેચ રમવી પડશે. આ મેચ નેધલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ છે. જો અફઘાનિસ્તાનની ટીમ પોતાની ત્રણેય મેચમાં જીત મેળવશે, તો અફઘાનિસ્તાન પાસે કુલ 12 પોઈન્ટ થશે અને ઓસ્ટ્રેલિયા પણ 12 પોઈન્ટ સુધી પહોંચશે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનની નેટ રનરેટ સારી રહી તો, તે સેમીફાઈનલમાં પહોંચશે.
2 મેચ મોટા અંતરથી જીતવી પડશે
જો અફઘાનિસ્તાનની ટીમ ઓછામાં ઓછી 2 મેચ મોટા અંતરથી જીતે અને ઓસ્ટ્રેલિયા અથવા ન્યૂઝીલેન્ડમાંથી કોઈ ટીમ પોતાની એક મેચ હારશે, તો પણ અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. સાથે જો અફઘાનિસ્તાનની ટીમ પોતાની બીજી 2 મેચ જીતશે, તો તેને શ્રીલંકા અને પાકિસ્તાનનની હાર માટે પ્રાર્થના કરવી પડશે. જો આ બંને ટીમ હારશે, તો અફઘાનિસ્તાન માટે સેમીફાઈનલનો રસ્તો ખુલશે.