- બીજા દિવસની મેચમાં આક્રમક બેટિંગ જોવા મળી
- રાહુલ અને વિરાટે સદી ફટકારતા કુલ સ્કોર 300ને પાર
- તમામ બોલર્સની ઓવરમાં સિક્સ અને ફોરના ફટકા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એશિયાકપ 2023માં પાકિસ્તાન સામેની મેચમાં જોરદાર બેટિંગ કરીને વધુ એક સિદ્ધિ મેળવી લીધી છે. પહેલા દિવસે વરસાદને કારણે મેચમાં મોટી બ્રેક લાગી હતી. પણ બીજા દિવસે એ જ ઓવર સાથે મેચ શરૂ થતા વિરાટે ધીમે ધીમે પીચ પર પોતાની જગ્યા કાયમ કરી હતી. પછી બોલને જોઈને સિક્સર અને ફોર ફટકારીને પોતાની સદી પૂરી કરી લીધી હતી. પાકિસ્તાનના બોલર રીતસરના ધોવાયા હતા. દરેક બોલર સામે પૂરી તાકાત સાથે બેટિંગ કરી હતી.
ટૂંકાગાળામાં 50 પ્લસનો સ્કોર
કોલંબોના પ્રેમદાસા મેદાન પર વિરાટે દમદાર પર્ફોર્મ કર્યું હતું. સતત ચોથી વખત 50 પ્લસનો સ્કોર પાર કરીને સદી સુધીપહોંચ્યો હતો. આ પહેલા જ્યારે તે રમવા માટે ઊતર્યો એ સમયે સતત ત્રણ વખત સદી કરવામાં સફળ થયો હતો. સૌથી વધારે ટૂંકાગાળામાં 50 પ્લસનો સ્કોર કરીને સદી ફટકારવામાં તેમણે રિકીં પોન્ટિગને પાછળ મૂકી દીધો છે. આ મામલે બેટ્સમેનની યાદીમાં સચીન પહેલા ક્રમે છે, તેમણે પોતાના કરિયરમાં 145 વખત 50 પ્લસ રન કરેલા છે. એ પછી શ્રીલંકાના ખેલાડી કુમાર સંગાકાર બીજા ક્રમે છે. તેમણે 118 વખત આ સ્કોર કર્યો છે. જ્યારે વિરાટ કોહલીએ 112મી વખત આ સ્કોર મેળવીને સિદ્ધિ મેળવી છે. જોકે, રાહુલ અને કોહલીની પાર્ટનર શીપ જોરદાર રહી છે. બન્ને એકબીજાની સમજ અને એકબીજાને ચાન્સ આપીને રમી રહ્યા હતા. જોકે, પહેલા રાહુલે સદી ફટકારી હતી. પછી વિરાટ કોહલીએ સદી ફટકારી હતી.

કોહલીની વિરાટ સિદ્ધિ
બેટ્સમેન રિકી પોન્ટિગે ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે. પણ જ્યારે પણ બેટિંગ મુદ્દો કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરે છે ત્યારે એનું નામ એક માનથી લેવામાં આવે છે. હવે વિરાટ કોહલી પાસે કુમાર સંગાકારનો રેકોર્ડ બ્રેક કરવાની મોટી તક છે. પણ એશિયાકપમાં હજું તે કેવું રમે છે એના પર નિર્ભર છે. આ બેટિંગ ઈનિંગ પૂરી થતા વિરાટની 66મી હાફ સેન્ચુરી પૂરી થઈ રહી છે. જોકે, વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ સચીન તેંડુલકરના નામે છે. જેણે 971 રન કર્યા છે. એ પછી રોહિત શર્માનું નામ આવે છે. જેણે 886 રન કર્યા છે. એ પછી વિરાટ કોહલીનું નામ આવે છે જેણે 656 રન કર્યા છે. જોકે, હજું સમગ્ર ટુર્નામેન્ટ બાકી છે. એમાં વધુ કોઈ સિદ્ધિ જોવા મળી શકે છે.