- દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત બન્યું T20I ચેમ્પિયન
- રોહિત-કોહલીએ કરી હતી સંન્યાસની જાહેરાત
- આજે રવિન્દ્ર જાડેજાએ T20Iને કહ્યું અલવિદા
વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ જાણકારી તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી હતી. ભારતે શનિવારે બાર્બાડોસને હરાવ્યું હતું.
ભારતીય ટીમે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર 29 જૂને T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. આ ઐતિહાસિક જીત પછી, જ્યારે વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માએ તરત જ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, હવે એક દિવસ પછી સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વર્લ્ડકપ ટ્રોફી સાથેનો ફોટો પોસ્ટ કરીને ચાહકોને આ માહિતી આપી હતી.
બહેન નયનાબા એ કહી મોટી વાત
ગુજરાતના રાજકોટમાં ટીમ ઈન્ડિયાની જીત પર રવિન્દ્ર જાડેજાની બહેન નયના બા જાડેજાએ ખુશી વ્યક્ત કરી છે. રવીન્દ્ર જાડેજા વિશે વાત કરતાં નયના બાએ કહ્યું કે, “આજે હું મારા ભાઈની બાળપણથી ક્રિકેટ સુધીની આખી સફર યાદ કરી રહી છું. ભારતે 2011માં વર્લ્ડકપ જીત્યો હતો, ત્યારથી તે ટીમનો ભાગ છે, જોકે તે સમયે તે પ્લેઇંગ 11માં રમી રહ્યો ન હતો. એટલા માટે આ વર્લ્ડકપ રવિન્દ્ર અને અમારા માટે ખૂબ જ ખાસ છે.
T20 વર્લ્ડકપ 2024માં જાડેજાનું પ્રદર્શન
રવીન્દ્ર જાડેજા અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડકપ 2024માં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. તે બોલ અને બેટથી પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો હતો. વર્તમાન ટુર્નામેન્ટમાં તેણે કુલ 8 મેચ રમી અને માત્ર 35 રન બનાવ્યા. તેને માત્ર એક જ વિકેટ મળી હતી.
જાડેજાની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી
રવીન્દ્ર જાડેજાએ 2009માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે આ ફોર્મેટમાં કુલ 74 મેચ રમી છે. જેમાં સ્ટાર ઓલરાઉન્ડરે 127.16ના સ્ટ્રાઈક રેટથી 515 રન બનાવ્યા અને 54 વિકેટ લીધી. આ સિવાય ડાબા હાથના બોલરે 2009 થી 2024 દરમિયાન ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે કુલ 30 મેચ રમી હતી. જેમાં જાડેજાએ કુલ 130 રન બનાવ્યા અને 22 વિકેટ ઝડપી. આ સાથે જ તેણે એશિયા કપમાં છ મેચ રમી હતી. જેમાં તેણે બે ઇનિંગ્સમાં 35 રન બનાવ્યા હતા.