- IPL 2024માં KL રાહુલ અને સંજીવ ગોયન્કા વચ્ચે વિવાદ થયો હતો
- અમિત મિશ્રાએ આ વિવાદને લઈને મોટો ખુલાસો કર્યો
- સંજીવ ગોયન્કા ટીમની અત્યંત નબળી બોલિંગથી નિરાશ હતા
IPL 2024 દરમિયાન એક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની હાર બાદ KL રાહુલ અને સંજીવ ગોયન્કાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં સંજીવ ગોયન્કા LSGના કેપ્ટન કેએલ રાહુલ પર ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે. હવે ટીમના ખેલાડી અમિત મિશ્રાએ આ વિવાદને લઈને એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો છે.
અમિત મિશ્રાએ આપ્યું મોટું નિવેદન
શુભંકર મિશ્રાના પોડકાસ્ટ પર બોલતા, લખનૌ સુપર જાયન્ટ્સના સિનિયર ખેલાડી અમિત મિશ્રાએ કેએલ રાહુલ અને સંજીવ ગોયન્કા વચ્ચેના વિવાદ વિશે વાત કરતા કહ્યું કે તે આટલો મોટો મુદ્દો નથી પરંતુ મીડિયાએ તેને વધારીને બતાવ્યો છે. સંજીવ ગોયન્કા ટીમની અત્યંત નબળી બોલિંગથી નિરાશ થયા હતા.
તેમનું કહેવું હતુ કે ટીમે થોડો સંઘર્ષ કરવો જોઈતો હતો. મેચમાં એવું લાગી રહ્યું હતું કે જાણે ટીમ સંપૂર્ણ શરણે થઈ હોય. અમે સતત બે મેચ ખરાબ રીતે હારી ગયા હતા, શું ટીમમાં આટલા પૈસા રોકનાર વ્યક્તિ ગુસ્સે નહીં થાય?
શું કેએલ રાહુલ રહેશે એલએસજીનો કેપ્ટન?
IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સના ખરાબ પ્રદર્શન પછી, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે LSG IPL 2025 માટે KL રાહુલને જાળવી રાખશે નહીં. જે બાદ IPLની નવી સિઝનમાં LSGને નવો કેપ્ટન મળી શકે છે. જોકે, ટીમ કે કેએલ રાહુલે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. KL રાહુલને IPL 2022માં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી કેએલ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.