• ભારતે 29 વર્ષ બાદ નૌકાયનમાં મેડલ જીત્યો
  • અર્જુન સિંહ અને સુનિલ સિંહની જોડીએ જીત્યો બ્રોન્ઝ
  • આ પહેલા 1994માં નૌકાયનમાં જીત્યો હતો મેડલ

એશિયન ગેમ્સ 2023નો આજે 10મો દિવસ છે. અત્યાર સુધીમાં ભારતે કુલ 62 મેડલ જીત્યા છે. 10મા દિવસનો પહેલો મેડલ નૌકાયનમાં આવ્યો હતો. અર્જુન સિંહ અને સુનીલ સિંહની જોડીએ નૌકાયનમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

ભારતને 29 વર્ષ બાદ નૌકાયનમાં મેડલ

ભારતના અર્જુન સિંહ અને સુનિલ સિંહે મંગળવારે 2023 એશિયન ગેમ્સમાં પુરુષોની નૌકાયનમાં 1000 મીટર ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય જોડી 3:53 સેકન્ડમાં 1000 મીટર રેસ પુર્ણ કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતે 29 વર્ષ બાદ નૌકાયનમાં મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં નૌકાયનમાં ભારતનો આ બીજો મેડલ છે. ભારતના સિજી સદાનંદન અને જોની રોમેલે અગાઉ 1994માં હિરોશિમા ગેમ્સમાં આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ ઈવેન્ટમાં ઉઝબેકિસ્તાનના શોખમુરોદ ખોલમુરાદોવ અને નુરીસ્લોમ તુખ્તાસીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે કઝાકિસ્તાનના ટિમોફે યેમેલ્યાનોવ અને સર્ગેઈ યેમેલ્યાનોવને સિલ્વર મેડલ મળ્યો હતો.

વડાપ્રધાને પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, એશિયન ગેમ્સમાં નૌકાયનમાં 1000 મીટર ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન સિંહ અને સુનિલ સિંહ બદલ અભિનંદન. વધુમાં લખ્યું કે, તેઓએ તેમના શાનદાર પ્રદર્શન અને નિશ્ચયથી દેશને ગૌરવ અપાવ્યું છે. તેઓએ લાખો યુવા ભારતીયોને તેમના સપનાને આગળ ધપાવવા અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે પણ પ્રેરિત કર્યા છે.

ભારતના મેડલની સંખ્યા 61 પર પહોંચી

અત્યાર સુધીમાં ભારતે 2023 એશિયન ગેમ્સમાં કુલ 61 મેડલ જીત્યા છે. જેમાં 13 ગોલ્ડ ઉપરાંત 24 સિલ્વર મેડલ અને 24 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત હાલમાં સ્ટેન્ડિંગ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે ચીન ટોચ પર છે.

  • Follow us on: