• એશિયા કપના શિડ્યૂલની જાહેરાત
  • પ્રથમ મેચ 30 ઓગસ્ટે રમાશે
  • ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે

એશિયા કપ 2023ની શરૂઆત 30 ઓગસ્ટથી થશે. થોડા દિવસો પહેલાં જ એશિયન ક્રિકેટ પરિષદે આ ટુર્નામેન્ટનું શિડ્યૂલ જાહેર કર્યું હતું. એશિકા કપમાં કુલ 13 મેચ રમવામાં આવશે. આ વખતે એશિયા કપ વનડે ફોર્મેટમાં રમવામાં આવશે, ત્યારે હવે તમામ મેચનો ટાઈમ સામે આવ્યો છે. ટુર્નામેન્ટની તમામ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે.

6 ટીમ એશિયા કપમા ંભાગ લેશે

એશિયા કપમાં કુલ 6 ટીમ ભાગ લેશે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ સામેલ છે. તમામ ટીમની 3-3ના બે ગ્રુપમાં વહેચણી કરવામાં આવી છે. ગ્રુપ-એમાં ભારત,પાકિસ્તાન અને નેપાળ છે, જ્યારે ગ્રુપ-બીમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા છે. ટુર્નામેન્ટ 2 તબક્કામાં રમવામાં આવશે, જેમાં ગ્રુપનો તબક્કો અને સુપર-4નો તબક્કો સામેલ છે.

પાકિસ્તાન અને શ્રીલંકા મેજનાબ

2 દેશની મેજબાનીમાં થનારી આ ટુર્નામેન્ટના 4 મેચ પાકિસ્તાન અને 9 મેચ કેન્ડીમાં અને કોલંબોમાં રમવામાં આવશે. મલ્ટી નેશનલ ટુર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાનના લાહોરમાં અને ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે શ્રીલંકાના કોલંબોમાં રમાશે. આ દરમિયાન પાકિસ્તાન ટીમ ગ્રુપ સ્ટેજમાં માત્ર 1 મેચ પાકિસ્તાનમાં રમી શકશે. સાથે આ ટુર્નામેન્ટમાં 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે.

એશિયા કપનું શિડ્યૂલ

તારીખટીમસ્થળસમય
30 ઓગસ્ટપાકિસ્તાન અને નેપાળ મુલ્તાનબપોરે 3 વાગ્યે
31 ઓગસ્ટ બાંગ્લાદેશ અને શ્રીલંકાકેન્ડીબપોરે 3 વાગ્યે
2 સપ્ટેમ્બરપાકિસ્તાન અને ભારત કેન્ડીબપોરે 3 વાગ્યે
3 સપ્ટેમ્બરબાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનલાહોરબપોરે 3 વાગ્યે
4 સપ્ટેમ્બરભારત અને નેપાળકેન્ડીબપોરે 3 વાગ્યે
5 સપ્ટેમ્બરઅફઘાનિસ્તા અને શ્રીલંકાલાહોરબપોરે 3 વાગ્યે
6 સપ્ટેમ્બરA1 અને B2લાહોરબપોરે 3 વાગ્યે
9 સપ્ટેમ્બરB1 અને B2કોલંબોબપોરે 3 વાગ્યે
10 સપ્ટેમ્બરA1 અને A2 કોલંબોબપોરે 3 વાગ્યે
12 સપ્ટેમ્બરA2 અને B1કોલંબોબપોરે 3 વાગ્યે
14 સપ્ટેમ્બરA1 અને B1કોલંબોબપોરે 3 વાગ્યે
15 સપ્ટેમ્બરA2 અને B2કોલંબોબપોરે 3 વાગ્યે
17 સપ્ટેમ્બરફાઈનલકોલંબોબપોરે 3 વાગ્યે

  

  • Follow us on: