- એશિયા કપ 2023ની ફાઈનલન ટીમ નક્કી થઈ
- ભારત-શ્રીલંકા ફાઈનલમાં
- શ્રીલંકા સૌથી વધુ વખત ફાઈનલમાં પહોંચ્યું
શ્રીલંકાએ એશિયા કપ 2023ની 5મી સુપર-4 મેચમાં પાકિસ્તાનને 2 વિકેટે હરાવ્યું છે. આ મેચ વરસાદથી અસરગ્રસ્ત થઈ હતી. જેના કારણે ડકવર્થ લુઈસ નિયમ અંતર્ગત પરિણામ આવ્યું હતું. પાકિસ્તાને પહેલાં બેટિંગ કરીને 252 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ 8 વિકેટના નુકસાને જીત મેળવી છે. આ જીત સાથે જ શ્રીંલકાના નામે સૌથી વધુ ફાઈનલ મેચ રમવાનો રેકોર્ડ દાખલ થયો છે.
શ્રીલંકાની ટીમ વધુ ફાઈનલ મેચ રમી
શ્રીલંકાની ટીમ એશિયા કપમાં સૌથી વધુ ફાઈનલ મેચ રમનારી બની છે. શ્રીલંકાની ટીમ 12 વખત એશિયા કપના ફાઈનલમાં પહોંચી છે. આ મામલે ટીમ ઈન્ડિયા બીજા નંબર પર છે. ભારતીય ટીમ 10 વખત ફાઈનલમાં પહોંચી છે. પાકિસ્તાનની ટીમની વાત કરવામાં આવે તો, પાકિસ્તાની ટીમ 5 વખત ફાઈનલમાં પહોંચવા સાથે આ મામલે ત્રીજા નંબર પર છે, જ્યારે બાંગ્લાદેશની ટીમ 3 વખત ફાઈનલમાં પહોંચી છે.
શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું
ઉલ્લેખનીય છે કે, સુપર-4 મેચમાં પાકિસ્તાને પહેલાં બેટિંગ કરીને 7 વિકેટના નુકસાને 252 રન બનાવ્યા હતા. ટીમના ઓપનર શફીકે 69 બોલમાં 52 રન બનાવ્યા હતા. ટીમ માટે રિઝવાને મહત્વની ઈનિંગ રમી હતી. તેમણે 73 બોલ પર 86 રન બનાવ્યા હતા. રિઝવાને 6 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. પાકિસ્તાને આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો..
ભારત વિરુદ્ધ ફાઈનલ મેચ
ઉલ્લેખનીય છે કે, હવે શ્રીલંકા ફાઈનલમાં ભારત સામે મેચ રમશે. આ મેચ રવિવારે રમવામાં આવશે. આ પહેલાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક મેચ રમવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમની 41 રને જીત થઈ હતી. આ જીત સાથે જ ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી હતી.