• ભારત-બાંગ્લાદેશ વચ્ચે સુપર-4ની અંતિમ મેચ
  • કોલંબોના આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • જાડેજાએ વનડેમાં લીધી 200 વિકેટ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ 2023માં બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં પોતાની 200 વિકેટ પૂર્ણ કરવાનું કારનામું કર્યું છે. આ મેચમાં જાડેજાએ શમીમ હુસૈનની વિકેટ લેવા સાથે આ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. હવે જાડેજા ભારત માટે વનડે ક્રિકેટમાં 200 વિકેટ લેનારો સ્પિનર બન્યો છે. આ ઉપરાંત જાડેજા કપિલ દેવ બાદ એવો બીજો ભારતીય ખેલાડી બન્યો છે. જેમના નામે વનડેમાં 200 વિકેટ લેવા સાથે 2 હજારથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.

અનિલ કુંબલેના નામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ

ભારત માટે વનડેમાં અત્યાર સુધી સ્પિન બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. તેમણે પોતાના કરિયરમાં કુલ 334 વિકેટ લીધી છે. જે બાદ બીજા નંબર પર 265 વિકેટ સાથે હરભજન સિંહનું નામ આવે છે. ત્રીજા નંબર પર રવિન્દ્ર જાડેજા 200 વિકેટ સાથે આવે છે.


181 વનડે મેચમાં કર્યું કારનામું

રવિન્દ્ર જાડેજા પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ બાદ એવો બીજો ઓલરાઉન્ડર ખેલાડી બન્યો છે. જેમણે વનડે ફોર્મેટમાં 2 હજારથી વધુ રન બનાવવા સાથે 200 વિકેટ મેળવી છે. જાડેજાએ આ કારનામું 181 વનડે મેચમાં કર્યું છે.

“મારા ફિલ્ડના હિસાબે બોલ ફેંકવાનો પ્રયાસ કરૂં છું“

રવિન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ પહેલાં બેટિંગને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, હું અત્યારે મારી બોલિંગ પર ધ્યાન આપું છું અને બોલને સ્ટંપ પર ફેંકવાનો પ્રયાસ કરૂં છું. હું ફિલ્ડને ધ્યાનમાં રાખીને તે મુજબ બોલિંગ કરૂં છું.

બાંગ્લાદેશ વિરુદ્ધ જાડેજાનું પ્રદર્શન

બાંગ્લાદેશ વિરુદ્ધ રવિન્દ્ર જાડેજાએ 1 મેડન સાથે 10 ઓવર નાખી છે. જેમાં જાડેજાએ 5.30ની ઈકોનોમી સાથે 53 રન આપ્યા છે. સાથે  બોલ પર 14 રન કરનારા શમીમ હુસૈનને આઉટ કર્યો છે.

  • Follow us on: