• આવતીકાલે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ
  • બાંગ્લાદેશ માટે આ મેચ કરો યા મરો સમાન
  • શ્રીલંકા મેચ જીતશે તો બાંગ્લાદેશ ટૂર્નામેન્ટથી બહાર થશે

2023 એશિયા કપમાં આવતીકાલે શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે મેચ રમાશે. બાંગ્લાદેશ માટે આ મેચ કરો યા મરોથી ઓછી નથી. જો શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશની ટીમ હારશે, તો લગભગ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટથી બહાર થશે.

પાકિસ્તાન વિરુદ્ધ મળી હતી હાર

બાંગ્લાદેશને લાહોરમાં સુપર-4ની પ્રથમ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી હવે બાંગ્લાદેશ માટે શ્રીલંકા વિરુદ્ધની મેચ કરો યા મરો જોવી બની છે. બાંગ્લાદેશ સામે શ્રીલંકા પડકાર ઉભો કરી શકે છે. શ્રીલંકા આ મેચલ જીતીને પોતાના સુપર-4 અભિયાનની શરૂઆત કરવા માંગશે.

લીગ સ્ટેઝમાં કર્યું હતું સારૂં પ્રદર્શન

બાંગ્લાદેશે લીગ સ્ટેઝમાં નઝમુલ હુસેન શાંતો અને મહેંદી હસનની સદીની મદદથી અફગાનિસ્તાન વિરુદ્ધ 5 વિકેટના નુકસાને 334 રન બનાવ્યા હતા, પરંતુ આ બાદ બીજી બે મેચમાં તેનું બેટ ચાલ્યું નહતું. શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશની ટીમ 164 જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ 193 રન પર ઓલઆઉટ થઈ હતી.

શ્રીલંકાનો બોલિંગ વિભાગ મજબૂત

શ્રીલંકાનો બોલિંગ વિભાગ ખુબ મજબૂત છે. જેમાં કસુન રજિતા પણ સામેલ છે. જેણે અફઘાનિસ્તાન વિરુદ્ધ 4 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશને જો આ બોલર સામે સારો સ્કોર બનાવવો છે, તો તેને શીર્ષ ક્રમમાં બેટિંગમાં સારૂં પ્રદર્શન કરવું પડશે.

બંગ્લાદેશનો શાંતો ઈજાગ્રસ્ત થયો

બાંગ્લાદેશની ટીમમાં શાંતોની કમી જોવા મળશે. શાંતો ઈજાના કારણે એશિયા કપની બહાર થયો છે. જો કે, લિટ્ટન દાસ ટીમ સાથે જોડાઈ ગયો છે અને ટીમને તેની પાસે સારા પ્રદર્શનની આશા છે. શ્રીલંકાના બેટ્સમેન મોટાભાગે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશના બોલર પણ અત્યાર સુધી કાંઈ ખાસ કમાલ બતાવી શક્યા નથી.

બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન

બાંગ્લાદેશ- મહેંદી હસન, મોહમ્મજ નઈમ, લિટ્ટન દાસ, અનામુલ હક બિજોય, શાકિબ અલ હસન(કેપ્ટન), મુશ્ફિકુર રહીમ(વિકેટકીપર), અફીફ હુસૈન, શોરિફુલ ઈસ્લામ, તસ્કીન અહમદ અને મુસ્તફિઝુર રહેમાન.

શ્રીલંકા- પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેંડિસ(વિકેટકીપર), ચરિથ અસલાંકા, ધનંજય ડિ સિલ્વા, સદીરા સમરવિક્રમા, દસુન શનાકા(કેપ્ટન), મહીશ તીક્ષ્ણા, ડુનિથ વેલલાગે, મથીશા પથિરાના અને કાસુન રજિતા.

  • Follow us on: