- હાલમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે છે
- આ પ્રવાસમાં ભારત T20 અને ODI સિરીઝ રમશે
- એશિયા કપ 2025ની યજમાની ભારત કરશે
T20 વર્લ્ડકપ પછી પણ ક્રિકેટનો રોમાંચ ચાલુ રહેવાનો છે. હાલમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર છે. જ્યાં તે T20 અને ODI સિરીઝ રમી રહી છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી (ODI)નું પણ આયોજન થવાનું છે. આ અંગે પાકિસ્તાનમાં તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન, આવતા વર્ષે યોજાનાર એશિયા કપ અને 2027માં યોજાનારી આ ટૂર્નામેન્ટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ભારત એશિયા કપ 2025ની યજમાની કરશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશિયા કપ 2025ની યજમાની ભારત કરશે. તે T20 ફોર્મેટમાં રમાશે. જ્યારે બાંગ્લાદેશ 2027 એશિયા કપની યજમાની કરશે. જેનું આયોજન ODI ફોર્મેટમાં કરવામાં આવશે. રિપોર્ટમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા જારી કરાયેલ IEOI દસ્તાવેજને ટાંકવામાં આવ્યો છે.
એક અહેવાલ મુજબ, ACCએ સ્પોન્સર મીડિયા રાઈટસ માટે અરજીઓ આમંત્રિત કરી છે. એશિયા કપની 2023ની સિઝન પાકિસ્તાન અને શ્રીલંકાએ સંયુક્ત રીતે યોજી હતી. ભારતે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. તે ODI ફોર્મેટમાં યોજાયો હતો.
એશિયા કપમાં આટલી ટીમો લેશે ભાગ
રિપોર્ટ અનુસાર, ટૂર્નામેન્ટમાં એશિયા કપ 2025 અને 2027ની સિઝન દરમિયાન છ ટીમો ભાગ લેશે. ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો તેમાં ભાગ લેશે. જ્યારે છઠ્ઠી ટીમનો નિર્ણય ક્વોલિફાઈંગ ઈવેન્ટ દ્વારા કરવામાં આવશે. બંને ટૂર્નામેન્ટમાં 13 મેચ રમાશે.