- એશિયન ગેમ્સમાં ભારતીય એથલીટ્સનો દબદબો
- 400 મીટર હર્ડલ રેસમાં ભારતને મળ્યો બ્રોન્ઝ મેડલ
- વિદ્યા રામરાજે જીત્યો બ્રોન્ઝ મેડલ
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. હવે ભારતીય એથલીટ વિદ્યા રામરાજે 400 મીટર હર્ડલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વિદ્યા રામરાજે 55.68ના સમયમાં રેસ પૂર્ણ કરીને ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. આ પ્રકારે ભારતના કુલ મેડલની સંખ્યા વધીને 63 થઈ છે. અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ 13 ગોલ્ડ મેડલ ઉપરાંત 24 સિલ્વર મેડલ અને 26 બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે.













