પાકિસ્તાન સામેની 3 મેચની ODI સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે 3 મેચની ODI અને 3 મેચની T20 સિરીઝ રમશે.


ODI સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પૈટ કમિન્સને વનડે સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે એક વર્ષ બાદ કેપ્ટન તરીકે ODI ફોર્મેટમાં પરત ફર્યો છે. જ્યારે ટ્રેવિસ હેડને વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી.

AUS vs PAK મેચ 4 નવેમ્બરથી શરૂ થશે

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે 3 મેચની વનડે સિરીઝ 4 નવેમ્બરથી શરૂ થશે. શ્રેણીની બીજી મેચ 8 નવેમ્બરે રમાશે જ્યારે ત્રીજી મેચ 10 નવેમ્બરે રમાશે. આ પછી 3 મેચની T-20 શ્રેણી શરૂ થશે. T-20 શ્રેણીની પ્રથમ મેચ 14 નવેમ્બરે રમાશે, જ્યારે બીજી મેચ 16 અને છેલ્લી મેચ 18 નવેમ્બરે રમાશે.

પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયન ટીમ

પૈટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, કૂપર કોનોલી, જેક ફ્રેઝર મેકગર્ક, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુશોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ અને એડમ ઝમ્પા.


  • Follow us on: