- પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ
- ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે બનાવ્યો રેકોર્ડ
- સૌથી વધુ સદી ફટકારનારો બેટ્સમેન બન્યો
ડેવિડ વોર્નરે વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન વિરુદ્ધ રમાઈ રહેલી મેચમાં 124 બોલમાં 14 ફોર અને 9 સિક્સ લગાવીને 163 રનની ઈનિંગ રમી છે. પોતાની આ ઈનિંદના માધ્યમથી ડેવિડ વોર્નરે બતાવી દીધું કે, તે સદી મામલે ઓપનર સચિન તેંડુલકર અને રોહિત શર્માથી ઘણો આગળ નિકળી ગયો છે.
સચિને ઓપનિંગમાં 45 સદી ફટકારી
પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે, પરંતુ ઓપનર તરીકે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 45 સદી ફટકારી છે, જ્યારે વોર્નરનો આંકડો 47 સદી સુધી પહોંચી ગયો છે. આ યાદીમાં ત્રીજા સ્થાને વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ છે. જેણે ઓપનિંગમાં કુલ 42 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. આ યાદીમાં આગળ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સનથ જયસૂર્યા 41 સદી સાથે ચોથા સ્થાને, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ મેથ્યુ હેડન 40 સદી સાથે પાંચમા સ્થાને અને રોહિત શર્મા 40 સદી સાથે છઠ્ઠા સ્થાને છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ સદી
- 47 સદી - ડેવિડ વોર્નર
- 45 સદી - સચિન તેંડુલકર
- 42 સદી - ક્રિસ ગેલ
- 41 સદી - સનથ જયસૂર્યા
- 40 સદી - મેથ્યુ હેડન
- 40 સદી - રોહિત શર્મા
વોર્નર સાથે મિચેલ માર્શે પણ સદી ફટકારી
વોર્નર સાથે ઓપનિંગ કરનાર મિચેલ માર્શે પણ શાનદાર સદી ફટકારી છે. માર્શે 108 બોલમાં 10 ફોર અને 9 સિક્સની મદદથી 121 રન બનાવ્યા છે. વોર્નર અને માર્શે પ્રથમ વિકેટ માટે 203 બોલમાં 259 રનની પાર્ટનરશિપ કરી હતી. આ બંનેની શાનદાર ઈનિંગના કારણે પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટે 367 રન બનાવ્યા હતા. જો કે, ઓસ્ટ્રેલિયામાં બીજા બેટ્સમેન કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. ઓસ્ટ્રેલિયાના 7 બેટ્સમેન ડબલ ડિજિટનો આંકડો પણ પાર કરી શક્યા નથી.