• ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ
  • ચાલુ મેચમાં ડેવિડ વોર્નરે ફેન્સનું દિલ જીત્યું
  • વોર્નરે ગ્રાઉન્ડ સ્ટાફને કરી મદદ

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર બેટિંગ કરવા સાથે ફેન્સને મનોરંજન પણ પુરું પાડે છે, પરંતુ આ વખતે તેમણે ફેન્સનું દિલ જીત્યું છે. વોર્નરે વરસાદમાં મેદાન પર કવર્સ ઢાંકવા માટે ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરી છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચ દરમિયાન વોર્નરે આ દિલ જીતનારૂં કામ કર્યું છે. જેને લઈ ફેન્સે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને ખુબ પ્રશંસા કરી છે.

પ્રથમ ઈનિગની 33મી ઓવરમાં આવ્યો હતો વરસાદ

મેચની વાત કરવામાં આવે તો,શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન 33મી ઓવરમાં વરસાદ આવ્યો હતો. જેના કારણે મેચ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. આ વરસાદ દરમિયાન વોર્નરે દિલ જીતવાનું કામ કર્યું હતું.


ફેન્સે વોર્નરની પ્રશંસા કરી

વરસાદમાં મેદાન પર કવર ખેંચતા ડેવિડ વોર્નરના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. ફેન્સે આ ફોટો પર પ્રતિક્રિયા આપીને વોર્નરની પ્રશંસા કરી છે. એક યૂઝરે લખ્યું કે, સાચું મને આમની માનસિકતા અને ચરિત્ર ગમે છે. તે શુદ્ધ આત્માવાળો વ્યક્તિ છે. એક બીજા યૂઝર્સે લખ્યું કે, તે સારો વ્યક્તિ છે અને હંમેશા બીજાની મદદ કરવાનું પસંદ કરે છે. આ પ્રકારે ફેન્સ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનની પ્રશંસા કરી રહ્યા છે.

શરૂઆતી 2 મેચમાં વોર્નર ન રમી શક્યો મોટી ઈનિંગ

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ અત્યાર સુધી 2 મેચ રમી છે અને ત્રીજી મેચ આજે શ્રીલંકા વિરુદ્ધ રમી રહી છે. ડેવિડ વોર્નર શરૂઆતની બંને મેચમાં મોટી ઈનિંગ રમી શક્યો નહતો. ભારત સામે રમાયેલી વર્લ્ડકપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનરે 41 રન બનાવ્યા હતા, જ્યારે સાઉથ આફ્રિકા સામેની બીજી મેચમાં વોર્નરના બેટથી માત્ર 13 રન જ બની શક્યા હતા. આવી સ્થિતિમાં આજની મેચમાં તમામની નજર તેની બેટિંગ પર રહેશે.

  • Follow us on: